Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયામાં વાહનચોરી તથા મોડપરના જૈન મંદિરમાં ચોરી પ્રકરણમાં એલસીબી પોલીસે ત્રણ પરપ્રાંતિય...

ખંભાળિયામાં વાહનચોરી તથા મોડપરના જૈન મંદિરમાં ચોરી પ્રકરણમાં એલસીબી પોલીસે ત્રણ પરપ્રાંતિય રીઢા ગુનેગારોને દબોચી લીધા

મુદ્દામાલ કબ્જે: અનેક ચોરીનો ભેદ ઉકેલાયો

- Advertisement -

ખંભાળિયામાં થોડા સમય પૂર્વે થયેલી એક બાઈક ચોરી તેમજ જામનગર તાબેના મોડપર ગામે એક મંદિરમાં થયેલી ચોરી સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે મધ્યપ્રદેશના રહેશ એવા ત્રણ રીઢા તસ્કરોને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. ખંભાળિયાની વિનાયક સોસાયટી વિસ્તારમાંથી ગત માસમાં એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા આ સંદર્ભે કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન જિલ્લા એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટાઉન વિસ્તારમાં સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન સ્ટાફના એએસઆઈ ભરતભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર તથા જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રે પોરબંદર રોડ પર આવેલી ગંગા જમના હોટલ પાસે વોચ ગોઠવી અને આ સ્થળેથી પસાર થતા ત્રણ લવરમૂછીયા શખ્સોને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ ત્રણ પરપ્રાંતિય શખ્સોની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકશી ગામના રહીશ એવા બિલામ નરસિંગભાઈ અનારીયા (ઉ.વ. 28), જીતેન જીલમ બામનીયા (ઉ.વ. 20) અને કરનસીંગ ખુરબસીંગ માંડલોય (ઉ.વ. 21) નામના શખ્સોએ તેમના દ્વારા કરવામાં આવેલી વિવિધ ચોરીઓ લીધી હતી. ખંભાળિયામાં થયેલી બાઈક ચોરી તેમજ જામનગર જિલ્લાના મેઘપર પડાણા વિસ્તારમાં આવેલા મોડપર ગામના એક જૈન મંદિરમાં તેના દ્વારા કરવામાં આવેલી ચોરી, ઉપરાંત ગુનાહીત ઇતિહાસ ધરાવતા કરનસીંગ ખુરબસીંગ નામના શખ્સ દ્વારા મધ્યપ્રદેશના ઈન્દોર શહેર વિસ્તારમાંથી જુદી-જુદી નવ ચોરી વિગેરેની કબૂલાત આપી હતી. આ ઉપરાંત આરોપીઓ દ્વારા અહીં વિનાયક સોસાયટીમાં ગત સપ્ટેમ્બર માસમાં ત્રણ મકાનોમાં ખાતર પાડી, રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું પણ કબૂલ્યું હતું. આ ઉપરાંત અહીંની રાજકુમાર સ્કૂલ પાછળની સોસાયટીમાં પણ એક સાથે ત્રણ મકાનના તાળા તોડી વિવિધ પ્રકારના મુદ્દામાલની ચોરી કરી હોવાનું પણ વધુમાં ખુલવા પામ્યું છે.

આમ, જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરવાની ટેવ ધરાવતા પરપ્રાંતીય શખ્સોને પોલીસે દબોચી લઇ હીરો સ્પ્લેન્ડર બાઇક, રૂપિયા સાત હજાર રોકડા તેમજ ધાતુની મૂર્તિ, ચાંદીના દાગીના તથા રૂપિયા 10,500ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 46,500નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.    આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ સ્ટાફના પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટીયા, વિપુલભાઈ ડાંગર, નરસિંહભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular