Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરફલ્લા ગામની સીમમાં વૃદ્ધને ઈજા પહોંચાડી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોને ઝડપી લેતી...

ફલ્લા ગામની સીમમાં વૃદ્ધને ઈજા પહોંચાડી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોને ઝડપી લેતી એલસીબી

બે શખ્સો અલીરાજપૂર મધ્યપ્રદેશ તથા એક શખ્સ જામનગરના રણજીતપર ગામની સીમમાંથી ઝડપાયો

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા ગામ સીમ વિસ્તારમાં ગત તા.17 ના રાત્રિના સમયે ખેતરમાં રખોપુ કરતા વૃધ્ધ ઉપર હુમલો કરી રોકડ અને દાગીના સહિત 60 હજારની માલમતાની લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોને જામનગર એલસીબી એ ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામ સીમ વિસ્તારમાં ગત તા.17 મે ના રોજ ટીડાભાઈ બાંભવા તેઓની વાડી એ પશુ તથા પાકનું રખોપું કરવા માટે ગયા હતાં અને રાત્રિના વાડીના સુતા હતાં તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો લૂંટ કરવાના ઈરાદે ફરિયાદીની વાડીમાં પ્રવેશી ટીડાભાઈ બાંભવાને માથામાં તથા શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચાડી ટીડાભાઈએ કાનમાં પહેરેલ સોનાના દાગીના આશરે એક તોલા તથા નાની મોટી પાંચ નંગ ચાંદીની વીટી તથા 15000 ની રોકડ રકમ મળી કુલ રૂા.60 હજારની લૂંટ ચલાવી નાશી ગયા હતાં. આ કેસમાં એલસીબીના વનરાજભાઈ મકવાણા, સંજયસિંહ વાળા તથા કિશોરભાઈ પરમારને મળેલ બાતમીના આધારે લૂંટમાં સંડોવાયેલા ત્રણ શખ્સો પૈકી બે શખ્સો તેઓના વતન અલીરાજપુર (મધ્યપ્રદેશ) જતા રહ્યા હોવાની બાતમીના આધારે એલસીબી એ નિલેશ ભદનભાઈ વાસકેલા અને સનિયા ઉર્ફે સુનિલ ભદનભાઈ વાસકેલા નામના બે શખ્સોને અલીરાજપુર ખાતેથી દબોચી લીધા હતાં તેમજ અન્ય એક આરોપી જામનગર તાલુકાના રણજીતપર ગામની સીમમાં હોવાની બાતમીના આધારે જામનગર તાલુકાના રણજીતપર ગામની સીમમાંથી નારૂ ભદનભાઈ વાસકેલા નામના શખ્સને ઝડપી પાડયો હતો. આ ત્રણેય શખ્સોને ઝડપી લઈ પંચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યાં હતાં. આ દરમિયાન આરોપી નારૂ વાસ્કેલા રણજીતપર ગામે ખેતમજૂરી કરતો હોય જેથી અવાર-નવાર ફરિયાદી/સાહેદની વાલીએ મજૂરી કામ જતા હોય તેમજ ઈજા પામનાર રાત્રિના વાડીએ સુતા હોવાની જાણકારી હોય આરોપીઓએ હથિયારો વડે ટીડાભાઈ બાંભવાને ઈજા પહોંચાડી લૂંટ ચલાવી હોવાની પૂછપરછ દરમિયાન કેફિયત આપી હતી.

- Advertisement -

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈની દેખરેખ હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલ તથા પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર તેમજ પંચ એ ડીવીઝનના પીએસઆઈ એમ.આર.સવસેટા સહિતના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular