Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં લૂંટના કેસમાં બે શખ્સને ઝડપી લેતી એલસીબી

જામનગરમાં લૂંટના કેસમાં બે શખ્સને ઝડપી લેતી એલસીબી

રોકડ, મોબાઇલ ફોન, રિક્ષા સહિત કુલ રૂા. 58,800નો મુદામાલ

જામનગર શહેરમાં લૂંટના કેસમાં એલસીબીએ બે શખ્સને ઝડપી લઇ રોકડ, મોબાઇલ ફોન, રિક્ષા સહિત કુલ રૂા. 58,800નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની માહિતી મુજબ ગત્ તા. 02-08-2025ના ફરિયાદી પોતાના વતનથી રાજકોટ થઇ જામનગર એસ. ટી. ડેપો ખાતે આવતાં અજાણ્યા માણસને સારૂં જમવાનું ગોતી આપવાનું કહેતાં અજાણ્યા માણસે એક રિક્ષાચાલકને બોલાવતાં આવી જતાં બન્ને જણાં ફરિયાદીને રિક્ષામાં બેસાડી પ્રદર્શન ગ્રાઉન્ડમાં અંધારામાં લઇ જઇ માર મારી, ફરિયાદી પાસેથી રૂા. 4800ની રોકડ, મોબાઇલ ફોન તથા પાકિટની લૂંટ કરવા અંગે સિટી ‘એ’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં આરોપી જામનગરમાં વિકટોરિયા પુલથી નૂરી ચોકડી તરફ જતાં માર્ગ પર જાગનાથ સોસાયટી નજીક હોવાની એલસીબીના કાસમભાઇ બલોચ, યુવરાજસિંહ ઝાલા, ઋષિરાજસિંહ વાળાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન યોગેશ ઉર્ફે કાનો રમેશ મકવાણા તથા અજય ઉર્ફે કારીયો જેન્તી રાઠોડ નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા. 4800ની રોકડ, રૂા. 4 હજારનો મોબાઇલ ફોન તથા રૂા. 50 હજારની કિંમતની રિક્ષા સહિત કુલ રૂા. 58,800નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular