Thursday, January 2, 2025
Homeરાજ્યહાલારલાલપુર તાલુકાના મોટા ખડબામાં જૂગાર રમતા છ શખ્સોને ઝડપી લેતું એલસીબી

લાલપુર તાલુકાના મોટા ખડબામાં જૂગાર રમતા છ શખ્સોને ઝડપી લેતું એલસીબી

જામનગર શહેર અને જિલ્લામાં 16 સ્થળોએ જૂગાર દરોડા: લાખોનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતો હોવાની એલસીબીના ક્રિપાલસિંહ જાડેજા, ધાના મોરી, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે રેઈડ દરમિયાન સંચાલક દેશુર સોમા કાંબરીયા, રમેશ પાચા અજુડિયા, હેમંત ભોજા ભાટીયા, કિશોર મનસુખ કગથરા, ભીખુ ઉર્ફે પરેશ પોલા ડાંગર અને ભોજા જેશા બગડા નામના છ શખ્સોને રૂા.1,07,200 ની રોકડ રકમ, 20,000 ની કિંમતનું એક બાઇક અને રૂા.35,000 ના પાંચ નંગ મોબાઇલ મળી કુલ રૂા.1,62,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, ધ્રોલ તાલુકાના ધરમપર ગામમાં રહેણાંક મકાનમાં જૂગાર રમાતો હોવાની એલસીબીના પો.કો. કિશોર પરમાર, હેકો ક્રિપાલસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રઘુ તરશી વાઘેલાના મકાનમાંથી રઘુ વાઘેલા, શકિતસિંહ મહિપતસિંહ જાડેજા, વિવેક હિતેશ અગ્રાવત, રામ પોલા વશરા અને બે મહિલા સહિત છ શખ્સોને રૂા,50,250 ની રોકડ રકમ અને રૂા.15,500 ની કિંમતના ચાર નંગ મોબાઇલ તથા રૂપિયા દોઢ લાખની કિંમતની એક કાર મળી કુલ રૂા.2,15,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર તાલુકાના કનસુમરા ગામમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મામદ અલીમામદ ખીરા, અબ્બાસ જુસબ ખીરા, નાઝીર અલ્લારખા બાબવાણી, કાસમ આમદ ખીરા, અલ્લારખા હાજી બાબવાણી નામના પાંચ શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.33,340 ની રોકડ રકમ અને રૂા.25,000 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ મળી કુલ રૂા.58,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર પ્રજાપતિની વાડી પાસેથી જૂગાર રમતા મહેશ ખીમજી ચાવડા, ભરત મોહન મકવાણા, ચિંતન કિશોર વાઘ, કૃણાલ કાનજી રાઠોડ, હાર્દિક કિશોર ચંદ્રપાલ સહિતના છ શખ્સોને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.15800 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જામનગર તાલુકાના વીજરખી ગામમાંથી જૂગાર રમતા પરબત મોમા સરસીયા, ચંદ્રેશ નરસંગ ડવ, મનસુખ ભગવાનજી કટેશીયા, રાજેન્દ્રસિંહ ચંદુભા, કારા જેસંગ લોખીલ, રમેશ ગોવિંદ વૈષ્ણવ નામના છ શખ્સોને રૂા.17,670 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પંચ એ પોલીસે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠો દરોડો, જામનગર જિલ્લાના ઝાખર ગામમાંથી જૂગાર રમતા સાયર રવજી પરમાર, કમલેશ ઉર્ફે મુન્નો ઘોઘુ લાલવાણી અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.11,470 ની રોકડ રકમ અને ગંજીપના સાથે મેઘપર પોલીસે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામનગર તાલુકાના ઠેબા ચોકડી નજીકથી તીનપતિનો જૂગાર રમતા બાના બુધા હાથિયા, જેઠા મુળજી પરમાર અને રામ લલન લોધી નામના ત્રણ શખ્સોને પોલીસે રૂા.10,450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

આઠમો દરોડો, જામનગર જિલ્લાના નવાગામમાંથી જૂગાર રમતા ગંભીરસિંહ જીલુભા જાડેજા, ગજુભા નાથુભા ચુડાસમા, કિશોરસિંહ ઉમેદસિંહ ઝાલા, રાહુલ જેન્તી ખેતિયા, અશોક રામદે સિડા, જગદીશ અમૃતલાલ ખેતીયા નામના છ શખ્સોને મેઘપર પોલીસે રૂા.12,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

નવમો દરોડો, જામનગર શહેરના સ્વામિનારાયણ શેરી નં.1 વિસ્તારમાં રહેતી મહિલાના મકાનમાંથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન છ મહિલાઓને રૂા.14,130 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

દશમો દરોડો, જામનગર તાલુકાના ગોરધનપર ગામમાંથી જૂગાર રમતા પરશોતમ વિરા પરમાર, કૌશલ સુનિલ મકવાણા, રાજેશ દિલીપ મકવાણા, સંજય મનજી સીતાપરા, સામજી નરશી ચાંગેચા, અનિલ રામજી કસરેજા નામના છ શખ્સોને સીક્કા પોલીસે રૂા.11,050 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અગિયારમો દરોડો, જામનગર તાલુકાના ઠેબા ચોકડી પાસેથી તીનપતિનો જૂગાર રમતા દિલીપ સુરેશ ધ્રુવ, મયુર કિશોર રાઠોડ, રમેશ પુંજા રાઠોડ, વિજય નાજા ખરા અને વિજય મુળજી પરમાર તથા ચાર મહિલા સહિત નવ શખ્સોને પંચ બી પોલીસે રૂા.10,230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

બારમો દરોડો, જામનગર તાલુકાના સીક્કામાં કારાભુંગા વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા અબ્દુલગની આમદ મનુરાય, ઈઝાજ અબ્દુલ ગંઢાર, જાફર અનવર જામ, જાવીદ જાનમામદ ગજણ, નટવર મધા ડાભી નામના પાંચ શખ્સોને સીક્કા પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,970 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

તેરમો દરોડો, દરોડો, જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ગંભીરસિંહ જશુભા વાઘેલા, બોદુ અબ્બાસ બ્લોચ, સબરસિંહ તખતસિંહ વાઘેલા, બસીર હાજી દલ, દિગુભા ચંદુભા વાઘેલા, જેતા રૂપા જુઠર, ભૂપેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા સહિતના સાત શખ્સોને જોડિયા પોલીસે રૂા.6,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ચૌદમો દરોડો, જામનગરમાં રણજીતસાગર રોડ પર જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીના આંકડાનો જૂગાર રમતા જુનેદ ઉર્ફે બોદીયો જુસબ ખફી અને નવીન પ્રભુ કનખરા નામના બે શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસે રૂા.4500 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

પંદરમો દરોડો, જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચિરાગ પ્રેમજી બાબરીયા, હરેશ નાગજી રાઠોડ અને ચાર મહિલા સહિત છ શખ્સોને રૂા.1010 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

સોળમો દરોડો, જામનગર જિલ્લાના જોગવડ ગામમાં તીનપતિ રમતા ભીખુ સીદા પરમાર, ઈબ્રાહિમ જુમા ગોવાડિયા, ધીરુ બીજલ દુધરેજા નામના ત્રણ શખ્સોને મેઘપર પોલીસે રૂા.2910 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular