જામનગર શહેરના વિકટોરીયા પુલ પાસેથી એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે મોબાઇલ ચોરેન દબોચી લઇ તેની પાસેથી રૂા.60,000 ની કિંમતનો ચોરાઉ મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી થયેલી મોબાઇલ ચોરીના બનાવમાં સંડોવાયેલા તસ્કર અંગેની એલસીબીના કલ્પેશ મૈયડ, ધાના મોરી, ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા અને પી એન મોરી તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન તળાવની પાળ પાસે ટ્રાવેલ્સની ઓફિસ નજીક રહેતાં અને રાજસ્થાનના વતની તથા ફુગો વેંચવાનો ધંધો કરતા સુરેશ ભવરલાલ ધના વગરિયા નામના દેવીપૂજક શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.56999 ની કિંમતનો વન પ્લસ કંપનીનો ચોરાઉ મોબાઇલ મળી આવતા એલસીબીએ સુરેશની ધરપકડ કરી સિટી બી ડીવઝન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.