જામનગર શહેરમાં જનતા ફાટક પાસેથી એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી પિસ્તોલ અને ત્રણ કાર્ટીસ સાથે શખ્સને દબોચી લઇ ખંભાળિયાના સપ્લાયરની શોધખોળ આરંભી બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં જનતાફાટક પાસેથી પિસ્તોલ લઇ શખ્સ પસાર થવાની હેકો અરજણભાઈ કોડીયાતર, મયુદ્દીન સૈયદ, ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબના અક્ષય રામભાઈ ચાવડા (ઉ.વ.29) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.25000 ની કિંમતની દેશી બનાવટની ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી તેમજ રૂા.300ની કિંમતના ત્રણ જીવતા કાર્ટીસ સાથે કુલ રૂા.25300 ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.
એસસીબીની ટીમે અક્ષય ચાવડાની પૂછપરછ હાથ ધરતા આ હથિયાર ખંભાળિયા તાલુકાના દાતા ગામના દિલીપસિંહ ચુડાસમા પાસેથી ખરીદયું હોવાની કેફિયત આપતા બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.