જામનગરના ઢીચડાની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેંચાણના કેસમાં અદાલત દ્વારા એક વકીલને સાત વર્ષની સજા ફટકારી છે. જ્યારે અન્ય પાંચ શખ્સોનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો હતો.
ગત તા. 23-1-2012 ના રોજ પોલીસમાં ઢીચડા ગામમાં આવેલા 24 વીઘા ખેતીની જમીન બોગસ દસ્તાવેજ બનાવી વેંચાણ કરવાના કેસમાં સોભાગ્યચંદ્ર વેરશીભાઈ દોઢીયા, હર્ષિલ સૌભાગ્યચંદ્ર દોઢીયા, રુધાભાઈ બાબુભાઈ રાવલિયા, અમિત રુધાભાઈ રાવલિયા, ભરતભાઈ ખીમજીભાઈ મથર, વકીલ રાજેશ લાભશંકરભાઈ પંડયા સહિતન સામે ફરિયાદ નોંધી હતી. ઢીચડાની ભાયુ ભાગની ફરિયાદીના ભાગમાં આવેલી 24 વીઘા જમીન અને ઉપરોકત તમામ શખ્સોએ એકસંપ કરી ફરિયાદીની સંમતિ વગર બારોબાર વેંચાણ દસ્તાવેજ કરી વેંચી નાખી હતી. આ જમીન અંગે અદાલત દ્વારા વચગાળાના મનાઈહુકમની અરજી રદ્દ કરી હતી. પરંતુ, વકીલ રાજેશ પંડયાએ વચગાળાની મનાઇ હુકમની અરજીના હુકમમાં છેડછાડ કરી રદ્દને બદલ મંજૂર કરી નાખ્યું હતું. આમ, ખોટો દસ્તાવેજ હોવા છતા તેનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન વેંચી નાખી હતી.
આ કેસ ચાલી જતા જામનગરના ચોથા ચીફ એીશનલ જયુડીશિયલ મેજીસ્ટે્રટ સુનિલભાઈ કામદારે મદદનીશ સરકારી વકીલની દલીલો અને દસ્તાવેજી પૂરાવાઓ ધ્યાને લઇ વકીલ રાજેશ પંડયને તકસીરવાન ઠેરવી આઈપીસી કલમ 465માં એક વર્ષ, આઈપીસી કલમ 466 મા સાત વર્ષની સખ્ત કેદ અને રૂા.15000નો દંડ, આઈપીસી કલમ 467 માં પાંચ વર્ષની સખ્ત કેદ અને રૂા.5000 નો દંડ ફટકાર્યો છે.