Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા ‘ધ પાટિદાર્સ-એલપીએસ એપ્લિકેશનનું લોન્ચીંગ કરાશે

કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા ‘ધ પાટિદાર્સ-એલપીએસ એપ્લિકેશનનું લોન્ચીંગ કરાશે

જામનગરના લેઉવા પટેલ સમાજ દ્વારા એક-એક પરિવારને એક તાંતણે જોડનારી, અતિ આધુનિક એપનું નિર્માણ : ક્યૂઆર કોડ અને વડવાઓના ઇતિહાસ-પેઢીઓનું અદ્ભૂત કોમ્બિનેશન : અદ્ભૂત ફિચર્સ અને સર્વ સમાવેશક કોન્સેપ્ટ સાથે ટેકનોલોજીનો શ્રેષ્ઠ સમન્વય

- Advertisement -

જામનગરના લેઉવા પટેલ સમાજ દ્વારા હાલની અતિ આધુનિક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકદમ રીચ અને સૌને ઉપયોગી એવી એપનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્ઞાતિના વિચક્ષણ યુવાનોએ આ એપને એટલી બધી રિચ બનાવી છે કે, જેના પ્રત્યેક ફિચર્સ સમગ્ર લેઉવા પટેલ સમાજને દાયકાઓ સુધી અતિઉપયોગી પુરવાર થતાં રહેશે અને આ એપ એ પ્રકારની એપ છે કે, સમાજની અન્વય જ્ઞાતિઓ પણ આ એપની રચનામાંથી પ્રેરણા મેળવી પોતાની જ્ઞાતિઓને આ પ્રકારની અદ્ભૂત ભેટ આપી શકશે.

- Advertisement -

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લેઉવા પટેલ સમાજના વિવિધ ક્ષેત્રમાં એડવાન્સ-સંગઠ્ઠીત અને સક્ષમ સમાજ તરીકે દાયકાઓથી આગળ પડતો રહ્યો છે, જામનગરમાં આગામી સાતમી અને આઠમી જાન્યુઆરીએ આ સમાજ દ્વારા જ્ઞાતિ સમુહ ભોજન અને શ્રેષ્ઠીઓના સન્માનનો ભવ્ય સમારોહ ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના એક ભાગરુપે જામનગર લેઉવા પટેલ સમાજ દ્વારા મહિનાઓની મહેનતના અંતે એક અલ્ટ્રામોર્ડન એપ અને વેબસાઇટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, ધ પાટીદાર્સ – 1.95 નામનો આ જબ્બર કોન્સેપ્ટ એટલા આધુનિક અને ઉપયોગી ફીસર્ચ ધરાવે છે કે, સમગ્ર લેઉવા પાટીદાર સમાજના એક-એક પરિવારને આ માધ્યમથી એકતાંતણે બાંધનારો પૂરવાર થશે.
આ એપ્લીકેશનના સંખ્યાબંધ ફાયદાઓ છે, જેમાં મુખ્ય ફાયદાઓ ગણીએ તો, કોર પોઇન્ટ તરીકે પરિવાર વૃક્ષો નામનો એક વિભાગ રાખવામાં આવ્યો છે, જેમાં પેઢી ઓવાઇઝ સંપુર્ણ વિગતો ઉપલબ્ધ બનશે, આ ઉપરાંત લગ્ન વિષયક, રક્તદાન સહિતની આરોગ્ય પ્રવૃત્તિઓ, પર્સનલ સામાજીક ઓળખ, લેઉવા પટેલ સમાજ જામનગર ખાતે હોલ અને સમાજવાડીના તમામ વિભાગોની ઉપલબ્ધતા વગેરે વિગતો સાથેની માહિતીઓ ઉપરાંત લેઉવા પટેલ સમાજ દ્વારા જાહેર થતી નોટીસ અને જાહેરાતોનો સહજ રીતે સૌ સુધી સંચાર થઇ શકે તે માટે એક અલગ વિભાગ તથા ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો અને સમગ્ર લેઉવા પટેલ સમાજના તમામે તમામ સદસ્યોની માહિતી સાથેનો વિભાગ એટલી અદ્દભૂત રીતે બનાવવામાં આવ્યો છે કે, લેઉવા પટેલ સમાજની કોઇપણ વ્યક્તિ પોતાના મોબાઇલમાં આ એપ ઇન્સ્ટોલ કરી લ્યે પછી સમગ્ર લેઉવા પટેલ સમાજની હજારો પ્રકારની માહિતીઓ તે એક ક્લીકથી મેળવી શકશે. આ એપમાં લગ્ન વિષયક વિભાગમાં ડાયવોર્સી માટે પણ એક ચોક્ક્સ ફિચર બનાવવામાં આવ્યું છે, આ ઉપરાંત આ વિભાગમાં સંપુર્ણ બાયોડેટા સાથેની તમામ વિગતો અને ફોટાઓ વગેરે જનરેટ કરી શકાશે અને પીડીએફના માધ્યમથી એક્સપોર્ટ પણ કરી શકાશે, આ ફીચર્સમાં આઇ.ડી., ક્યુઆર કોડ, બાયોમેટ્રીક, વ્યક્તિગત ઇન્ફોર્મેશન વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ એપમાં લેઉવા પટેલ સમાજ જામનગરની અત્યાર સુધીની તમામ કારોબારી, કારોબારીના સભ્યો વગેરેના નામ-ફોટા અને હોદ્દા સાથે તેમજ અત્યાર સુધીના તમામ ટ્રસ્ટીઓ અને સમગ્ર સમાજના એક-એક સભાસદની વિગતો એક ક્લીકથી ઉપલબ્ધ થઇ શકશે, લેઉવા પટેલ સમાજના નવ યુવાન અને એનર્જેટીક સભ્યોની ટીમે સતત છ મહિનાની મહેનતના અંતે કોઇપણ જ્ઞાતિ દ્વારા અત્યાર સુધીમાં ન બનાવવામાં આવી હોય એ પ્રકારના અદ્દભૂત અને ઉપયોગી ફીચર્સ સાથેની આ એપ આગામી સાત અને આઠમી જાન્યુઆરીએ લેઉવા પટેલ સમાજ દ્વારા જે ભવ્ય સમારોહ યોજાવા જઇ રહ્યો છે. તે સમારોહમાં સમાજના શ્રેષ્ઠીઓના હસ્તે આ એપ તથા વેબસાઇટનું લોન્ચીંગ પણ કરવામાં આવશે.

- Advertisement -

રજીસ્ટ્રેશન માટે પ્રમુખ દ્વારા અનુરોધ

જામનગર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવેલી ‘ધ પાટીદાર્સ-એલપીએસ’ નામની આ એપ્લીકેશન સમાજના પ્રત્યેક સભ્ય માટે તથા સમગ્ર સમાજ માટે ખૂબજ ઉપયોગી છે અને વર્તમાનમાં તથા ભવિષ્યમાં આ એપ્લીકેશન સાથે જોડાયેલા સૌ કોઇને એપ્લીકેશનના લાભો મળી શકે તે માટે લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા દ્વારા સમાજના સર્વે સભ્યોને આ એપ્લીકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular