Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરચાંપાબેરાજા તથા વાવબેરાજામાં વિનામૂલ્યે છાસ કેન્દ્રોનો પ્રારંભ

ચાંપાબેરાજા તથા વાવબેરાજામાં વિનામૂલ્યે છાસ કેન્દ્રોનો પ્રારંભ

- Advertisement -

ઠક્કરબાપા રચનાત્મક ટ્રસ્ટ સંચાલિત, જામનગર જિલ્લા સર્વોદય યોજના અંતર્ગત પોતાના સેવાક્ષેત્રના ગામ ચાંપાબેરાજામાં બે તથા વાવબેરાજામાં વિનામૂલ્યે છાસ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા પ્રકલ્પનો પ્રારંભ રમણિકભાઇ શાહ (મેને. ટ્રસ્ટી ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટ)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઠક્કરબાપા રચનાત્મક ટ્રસ્ટના પ્રમુખ કરશનભાઇ ડાંગરે સૌનુ શાબ્દિક અભિવાદન કરી, સર્વોદય યોજના દ્વારા થઇ રહેલા કાર્યોની માહિતી આપી હતી. મંત્રી પી.ટી. ચાંદરાએ સર્વોદય યોજના અંતર્ગત આ વર્ષે જરુરીયાતમંદ લાભાર્થીઓને આગામી બે માસ સુધી છાસ વિતરણ કરવામાં આવશે. તેવી માહિતી આપી. આ પ્રસંગે ઉપસ્થિત રમણિકભાઇ શાહ, કરશનભાઇ ડાંગર, દોસ્તભાઇ બ્લોચ, વલ્લભભાઇ નારીયા, પી.ટી. ચાંદરા તેમજ ચાંપાબેરાજા, વાવબેરાજાના સરપંચો, ગામના અગ્રણીઓના હસ્તે છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આભાર દર્શન મંત્રી પી.ટી. ચાંદરાએ કર્યું હતું. સમગ્ર સંચાલન મણિયારભાઇએ કર્યું હતું. આ સેવા પ્રકલ્પને સફળતાપૂર્વક કાર્યરત રાખવા માટે લીલાવતી નેચરકયોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટર, લાખાબાવળનું સૌજન્ય પ્રાપ્ત થયું છે. તેમજ સૌ.ર. સમિતિ-સેવા ટ્રસ્ટ રાજકોટ તરફથી આર્થિક યોગદાન પ્રાપ્ત થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular