દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આધુનિક સુવિધા સભર એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું.
દ્વારકા વિસ્તારની પ્રથમ હરોળની વિશાળકાય કંપની આર.એસ.પી.એલ. લિમિટેડ ના આર.એસ.પી.એલ. વેલફેર ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગ રૂપે ખંભાળિયાની સિવલ હોસ્પિટલને રૂ. 40 લાખના ખર્ચે તમામ આધુનિક સાધનો સાથે સજ્જ આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.
આર.એસ.પી.એલ. લિમિટેડ (ઘડી કંપની) ના આર.એસ.પી.એલ. વેલફેર ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સી.એસ.આર. અંતર્ગત લોકો માટે આરોગ્ય, શિક્ષણ સહિત અનેક જરૂરિયાત મુજબની સેવાઓને જામનગર-દ્વારકા વિસ્તારના સાંસદ પૂનમબેન માડમે બિરદાવી હતી. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે આર.એસ.પી.એલ. લિમિટેડ (ઘડી કંપની) ના એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન સાંસદ પૂનમબેન માડમ સહિત જિલ્લા વહીવટી તંત્ર, સિવિલ હોસ્પિટલ ના અધિકારીઓ સહિત જિલ્લાના અનેક આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા. ઈંઈઞ ઘગ ઠઇંઊઊકજ નું લોકાર્પણ કરતાં સાંસદ પૂનમબેન માડમએ ઘડી કંપનીના આર.એસ.પી. એલ. વેલફેર ફાઉન્ડેશનની વિવિધ સેવા પ્રવૃત્તિઓને બિરદાવી અને પ્રજાજનો વતી આરએસપીએલ લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે આ એમ્બ્યુલન્સ અધ્યતન આધુનિક મેડીકલ ઇકવીપમેન્ટથી સજ્જ છે. જેમાં સૌથી મહત્વનું ઇકવીપમેન્ટ છે ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર, ડી-ફેબ્રીલેટર, મલ્ટી પેરા મોનીટર, સિરીઝ પમ્પ, ઇફ્યુજન પમ્પ, ઈ.સી.જી. મશીન, સ્ટેથોસ્કોપ, પોર્ટેબલ સક્ષન મશીન, ઓક્સિજન સિલિન્ડર, ઓટો લોડર સ્ટેચર, જેવી તમામ સુવિધા આ એમ્બ્યુલન્સમાં આપવામાં આવી છે.આ એમ્બ્યુલન્સ આવતા તમામ દર્દીઓને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલેથી ઘરે આરામદાયક ટ્રાન્સફર કરવામાં ઘણી ઉપયોગી છે. આ એમ્બ્યુલન્સમાં ફુલ્લી બિલ્ટ એર-કન્ડિશનની સુવિધા પણ છે. કાર્યક્રમના અંતે સાંસદ પૂનમબેન માડમ તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પણ આર.એસ.પી.એલ. લિમિટેડ તથા ઘડી લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ હરીશભાઈ રામચંદાનીજી તથા પ્લાન્ટ હેડ ભોલાકુમારનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે કુરંગા સ્થિત કાર્યરત પ્લાન્ટ વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.