રાજકોટ શહેરમાં મોડી રાત્રે બનેલી દુર્ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. ક્રિસ્ટલ મોલ નજીક BMW કાર ચાલકે બાઇક સવાર યુવકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અંદાજે 20 વર્ષીય યુવક અભિષેકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, BMW કાર આત્મન પટેલ ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.
View this post on Instagram


