31 માર્ચ, 2022 સુધીમાં પાનને આધાર સાથે ન જોડનારા કરદાતાઓને 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે તેમ આવકવેરા વિભેાગે એક નિવેદનમાં જણાવ્યું છે. જો કે આઇટીઆર ફાઇલ કરવા, રિફંડ મેળવવા અને આઇટીના અન્ય કાર્યો માટે આ પાન માર્ચ, 2023 સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ આધાર સાથે નહીં જોડાયેલ પાન નિષ્ક્રિય બની જશે. ઉલ્લેખનિય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ પાન સાથે આધાર લિંક કરવા માટેની અંતિમ તારીખમાં અનેક વખત વધારો કર્યો છે. હવે છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 રાખવામાં આવી છે.સીબીડીટી દ્વારા જારી કરાયેલા સર્ક્યુલર અનુસાર માર્ચ, 2023 પછી આધાર સાથે લિંક ન થયેલ પાન નિષ્ક્રિય બની જશે. 30 જૂન, 2022 સુધીમાં પાન સાથે આધાર જોડનાર કરદાતાઓને 500 રૂપિયાની લેઇટ ફી ભરવી પડશે. ત્યારબાદ પાન સાથે આદાર લિંક કરનારને 1000 રૂપિયાની લેઇટ ફી ભરવી પડશે. 24 જાન્યુઅઆરી, 2022 સુધીના આંકડા મુજબ 43.34 કરોડથી વધુ પાન આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 131 કરોડ આધાર કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. પાન સાથે આધાર લિંક કરવાથી ટેક્સ ચોરી અને નકલી પાનનું દૂષણ અટકાવી શકાય છે. નિષ્ણાતોએ કરદાતાઓને આવકવેરા વિભાગના પોર્ટલ પર જઇ તેમનો પાન આધાર સાથે લિંક છે કે નહીં તે ચેક કરી લેવું જોઇએ. નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું છે કે એક વખત પાન નિષ્ક્રિય બની જશે તો કેટલાક નાણાકીય વ્યવહારો કરી શકાશે નહીં.