હિમાચલ પ્રદેશના કિન્નોર જીલ્લામાં ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનની આ ઘટના નેશનલ હાઈવે 5 નજીક થઇ છે. જ્યાં રસ્તા પરથી પસાર થઇ રહેલી બસ અને અમુક ગાડીઓ પથ્થરો નીચે દટાઈ છે. તો અમુક ગાડીઓ નીચે નદીમાં પડી છે. જેના પરિણામે અત્યાર સુધી 5લોકોના મૃત્યુ નીપજ્યા છે. પથ્થરો નીચે મુસાફરો ભરેલી જે બસ દટાઈ છે તેમાં 40થી વધુ મુસાફરો છે. આઈટીબીપી ના 300 જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ફોન પર વાત કરીને કિન્નૌર ઘટનાની માહિતી લીધી છે. પીએમ મોદીએ શક્ય દરેક મદદ કરવાની વિશ્વાસ અપાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે આ દુર્ઘટના વિશે ITBPના ડીજી સાથે વાત કરી તરત મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો છે.