જામનગર શહેર જિલ્લામાં ગઇકાલે રાત્રી દરમ્યાન વરસેલા વરસાદથી શહેરની મધ્યમાં આવેલાં લાખોટા તળાવમાં નવાનિરની આવક થઇ છે. ત્યારે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ લાખોટા તળાવ ખાતે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતાં.
આ તકે, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આનંદ રાઠોડ, પૂર્વ વિરોધપક્ષ નેતા અને કોર્પોરેટર અલતાફ ખફી, કોર્પોરેટરો જેનબબેન ખફી, ધવલભાઇ નંદા, ગુજરાપ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, જામનગર મહિલા કોંગ્રેસના રંજનબેન ગજેરા સહિતના કોંગ્રેસના હોદેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.