દ્વારકાના આરંભડા ખાતે આવેલ હઝરત સૈયદ રુકનશાહવલીની દરગાહમાં આવેલ સેકડો વૃક્ષોનો બગીચો પાણીના અભાવે મુરઝાઇ રહ્યો છે. આ વિસ્તારમાં મીઠાના કયારા પણ મોટી સંખ્યામાં આવેલા હોય મીઠાના કયારાની ખારાસ ઉપરાંત મીઠા પાણીના અભાવના કારણે સેકડો વૃક્ષોના અસ્તિત્વ સામે ખતરો વરતાઇ રહ્યો છે.