યુપીમાં વિરોધપક્ષોએ આ ઉચાપતને મેગા સ્કેમ ગણાવ્યું છે જ્યારે શાસક પક્ષ ભાજપના નેતાઓએ સબ સે ભલી ચૂપીની નીતિ અખત્યાર કરી છે. યુપી સરકારે 2019માં ડુંભમેળા માટે 2743.60 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.જેમાંથી જુલાઈ 2019 સુધીમાં 2112 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા હતા. સીએજીના અહેવાલ અનુસાર ટ્રેકટર, ડ્રોન કેમેરા, એલઇડી લાઇટ્સ, તંબૂ અને શૌચાલયના બાંધકામ માટે વાપરવામાં આવેલા નાણાંમાં ગોલમાલ થઇ હતી.
સીએજીના અહેવાલ અનુસાર આફત રાહત પેટે 65.87 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી પણ કુંભમેળા દરમ્યાન કોઈપણ પ્રકારની આફત ન આવવા છતાં ફાળવાયેલી રકમ વપરાઇ ગઇ હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કોઇ નાણાંકીય મંજૂરી મેળવ્યા વિના જ રોડ બાંધવામાં આવ્યા હતા અને આ કામ અત્યંત ઉંચા ભાવે કરાવવામાં આવ્યું હતું. જે દસ ડ્રોનકેમેરાખરીદવા માટે 32.50 કરોડ રૂપિયાની રકમ વાપરવામાં આવી હતી તે વેડફાઈ ગઇ હતી કેમ કે આ બેકાર ડ્રોન કેમેરા કદી વાપરવામાં જ આવ્યા નહોતા. આવી જ રીતે સરકારે ટીન શેડ, તંબૂ, આડશો અને પંડાલ ઉભા કરવા માટે 105 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી તેની સામે અધિકારીઓએ 143.13 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી.
સીજીઆઇના અહેવાલ અનુસારકુંભમેળામાં કાગળ પર જ 3ર ટ્રેકટરોની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે સીએજી ઓડિટરે ટ્રેકટરોની ખરીદીના રજિસ્ટ્રેશન પેપર્સ માગ્યા ત્યારે યુપીના સરકારી બાબુઓએ કરેલી આ છેતરપિંડી ઉઘાડી પડી હતી. સરકારી અધિકારીઓએ 3ર ટ્રેકટરોનીખરીદી સામે કાર, મોપેડ અનેસ્ફૂટરના રજિસ્ટ્રેશન પેપર્સ સીએજીના અધિકારીઓને સુપરત કર્યાહતા. જે જોઇને સીએજીના ઓડિટર્સ ચોંકી ગયા હતા.
કુંભમેળો કૌભાંડીઓ માટે આશિર્વાદ બન્યો !
સીએજીનાં રિપોર્ટમાં ધડાકો: 32 ટ્રેકટર કાગળો પર જ ખરીદયા: 33 કરોડનાં ખર્ચે ભંગાર ડ્રોન ખરીદયા: તંબૂ-એલઇડી લાઇટ-શૌચાલય નિર્માણમાં પણ ગફલાં