સનાતન ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ દેવી લક્ષ્મી આ દિવસે પ્રગટ થયા હતાં. આજની રાત્રે ચંદ્ર તેના તમામ 16 ચરણોથી ભરેલો હોય છે અને તેના કિરણો અમૃત વરસાવે છે. ચંદ્રની સોળે કળાઓ એટલે ચંદ્રના સોળ પ્રકારના કિરણો અને તેની આયુર્વેદિક શક્તિઓ. શરદ પૂનમને કોજાગરી પુર્ણિમા કહેવામાં આવે છે. આ તહેવારને સંપતિ, સમૃધ્ધિ અને આધ્યાત્મિક જાગૃત્તિનું પ્રતિક છે. અહીં કોજાગરી એટલે કો જાગરતી અર્થાત કોણ જાગી રહ્યું છે ? અને આમ જે લોકો જાગતા રહે છે અને ભક્તિ અને સંયમથી દેવીનું ધ્યાન કરે છે તેને ધન અને સૌભાગ્યનો આશિર્વાદ આપે છે. અહીં આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે.
શરદ પુર્ણિમાની રાત્રી જાગરણની રાત્રિ છે તે ઋતુઓના પરિવર્તનને દર્શાવે છે અને આ દિવસથી હવામાન બદલાય છે. ત્યારે આજે દુધ પૌવાના પ્રસાદનું ખાસ મહત્વ જોવા મળે છે. આયુર્વેદ અનુસાર તે પિત દોષને સંતુલિત કરે છે. માટે આ પ્રસાદને સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે અને શરદ પુર્ણિમાનો ચંદ્ર શરદ ઋતુનું સ્વાગત કરે છે.
ગીતામાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોઇ વ્યક્તિ શરીર ભાવનાનો ત્યાગ કરીને બ્રહ્મ ભાવના પ્રાપ્ત કરે છે ત્યારે જ તેને પરમ બ્રહ્મનો અનુભવ થાય છે. શરદ પૂનમ એ મનના ચંદ્રને જોવાની રાત છે. તેને જાગૃત્તિની રાત કહેવામાં આવે છે. આજની આ રાત્રિનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. જ્યારે ભગવાન કૃષ્ણએ ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો. તેમની અનુટ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણે ગોપીઓ જેટલા રૂપ ધારણ કર્યા અને મહારાસ રચાયો ત્યારે શુકદેવજી કહે છે કે, શરદ પૂર્ણિમાની તે રાત્રિ કરતા તેજસ્વી રાત્રિ ક્યારેય નહોતી. જ્યારે કૃષ્ણ પોતે યમુનાના કિનારે ગોપીઓ સાથે રમી રહ્યા હતાં.


