Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવતનમાં વડાપ્રધાન : જાણો આજથી બે દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

વતનમાં વડાપ્રધાન : જાણો આજથી બે દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

- Advertisement -

આજથી બે દિવસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી મોદી અમદાવાદની મુલાકાતે છે. આજે એરપોર્ટથી લઈને કમલમ સુધી વડાપ્રધાન રોડ શો કરશે. તેમના રોડ શોની તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. થોડી વારમાં જ પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર આગમન થશે. આજે વડાપ્રધાનના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 11 માર્ચના કાર્યક્રમો

PM મોદી સવારે 10.30 વાગ્યે PM અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

- Advertisement -

એરપોર્ટથી કમલમ સુધી PM મોદીનો ભવ્ય રોડ-શો

11 થી 1.30 વાગ્યા સુધી કમલમ પર બેઠકનું આયોજન. આ બેઠકમાં ગુજરાત ભાજપના તમામ 500 થી વધુ નેતાઓ હાજર રહેશે.

- Advertisement -

બપોરે 4 વાગ્યા સુધી રાજભવન ખાતે PM મોદી રોકાણ કરશે

સાંજે 4 થી 5.30 GMDCમાં પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે

સાંજે 6 થી 8 સુધી PM મોદી રાજભવનમાં બેઠકો યોજશે. સોમનાથ ટ્રસ્ટની બેઠક પણ યોજશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.

11 માર્ચે રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે પ્રધાનમંત્રી મોદી

12 માર્ચના કાર્યક્રમો

સવારે 11 કલાકે રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે.

સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. અને સ્પોર્ટ્સ પોલિસીની પણ જાહેરાત કરશે.

સરદાર પટેલ સ્ટેડીયમમાં વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે રવાના થશે.

12 માર્ચના રોજ પ્રધાનમંત્રી સાથે ગૃહમંત્રી અમિતશાહ પણ હાજર રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular