Thursday, December 12, 2024
HomeબિઝનેસRBIએ રેપોરેટ યથાવત રાખ્યો અને CRR 4.5% થી ઘટાડી 4% કર્યો

RBIએ રેપોરેટ યથાવત રાખ્યો અને CRR 4.5% થી ઘટાડી 4% કર્યો

શું થઇ માર્કેટ પર અસર અને શું છે રેપોરેટ અને CRR જાણો

- Advertisement -

RBI ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસીક મોનીટરી પોલીસી જાહેર કરી જેમાં RBIએ 6.5% રેપો રેટ યથાવત રાખ્યો છે. ફેબ્રુઆરી 2023 થી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેનાથી એવું કહી શકાય કે તમારા હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે અને કોઈ રાહત પણ નહીં મળે.

- Advertisement -

જયારે RBIએ CRR 4.5% થી ઘટાડી 4% કર્યો જેની અસર માર્કેટ પર સારી થઇ અને ખુલતા નિફ્ટી 350 પોઈન્ટ ગગડી હતી જે CRR ઘટાડ્યા બાદ 200 પોઈન્ટ પ્લસ થઇ મતલબ કે 550 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો.

શું છે રેપોરેટ ? : રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર કોઈ રાષ્ટ્રની કેન્દ્રીય બેંક ભંડોળની અછતની સ્થિતિમાં વ્યવસાયિક બેંકોને નાણાં ધીરાણ આપે છે. નાણાંકીય અધિકારીઓ ફુગાવાને મેનેજ કરવા માટે રેપો દરનો ઉપયોગ કરે છે. રિપર્ચેઝ ડીલ અથવા વિકલ્પને ‘રેપો’ તરીકે ઓળખવામાં આવે છે.” આરબીઆઈ નાણાંકીય મુશ્કેલી દરમિયાન વ્યવસાયિક બેંકોને મદદ કરવા માટે એક નાણાંકીય સાધનનો ઉપયોગ કરે છે. લોન કોલેટરલ જેમ કે ટ્રેઝરી બિલ અથવા સરકારી બોન્ડ સામે જારી કરવામાં આવે છે. રેપો રેટની વ્યાખ્યા દ્વારા, આ લોન પર લાગુ વ્યાજ દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી, વ્યવસાયિક બેંકો ઋણની ચુકવણી કર્યા પછી જામીનની રકમ પરત ખરીદી શકે છે.

- Advertisement -

CRR શું છે ? : CRR એટલે કેશ રીઝર્વ રેશિયો. CRRનું કામ વ્યાપારી બેંકોની કુલ થાપણોની અમુક ટકાવારી નક્કી કરવાનું છે જે સેન્ટ્રલ બેંક પાસે રોકડ અનામત તરીકે રાખવાની છે. આરબીઆઈને સીઆરઆર રેટ દ્વારા બેંકો દ્વારા બનાવવામાં આવેલ ધિરાણને નિયંત્રિત અને સંકલન કરવાની તક મળે છે, જે અર્થતંત્રમાં રોકડ અને ધિરાણના સરળ પુરવઠામાં મદદ કરે છે. CRRનું કામ વ્યાપારી બેંકોની કુલ થાપણોની અમુક ટકાવારી નક્કી કરવાનું છે જે સેન્ટ્રલ બેંક પાસે રોકડ અનામત તરીકે રાખવાની છે.  નાણાકીય નીતિના અમલીકરણ માટેની એકંદર જવાબદારી સેન્ટ્રલ બેંકની છે, જ્યાં તે આર્થિક ઉદ્દેશ્યોના આધારે CRRનું યોગ્ય સ્તર નક્કી કરે છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular