જામનગરમાં કડિયાવાડમાં આવેલી જુની મામલતદાર ઓફિસ પાસે આજે 10 થી 15 જેટલા અજ્ઞાત શખ્સોએ ખંભાળિયાના એક યુવાન ઉપર હુમલો કરી છરી વડે ઈજા પહોંચાડી હતી તેમજ યુવાન પાસેથી રૂા.35 હજારની રોકડ રકમની લૂંટ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. હુમલામાં ઘવાયેલો યુવાન જાફર કાસમ વારિયા (ઉ.વ.46) હોવાનું બહાર આવ્યું છે. યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસે ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે પહોંચી જઈ ઘાયલ થયેલા યુવાન પાસેથી ઘટનાની વિગતો જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પૈસાની લેતી દેતી બાબતે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.