પ્રાપ્ત વિગત અનુસાર, રામેશ્વરનગરમાં નવજીવન સોસાયટીમાં રહેતાં દિપક કાંતિભાઈ ચૌહાણ નામના યુવાનના પિતા બે દિવસ પહેલાં પોતાના ઘરની અગાસી પર આવેલ રૂમનો દરવાજો ખુલ્લો રાખીને કપડા બદલી રહ્યા હતાં. ત્યારે તેની સામે રહેતાં હેમેન્દ્રસિંહ રતનસિંહ રાઠોડે કાંતિભાઈને આ રીતે કપડા બદલવાની ના પાડી હતી. જે બાબતનો ખાર રાખી કાંતિભાઈએ હેમેન્દ્રસિંહ તથા તેના નાના ભાઈ મયુરસિંહને ફોન કરી પોતાના ઘર પાસે બોલાવી તેની સાથે ગાળાગાળી કરી હતી. આ ગાળાગાળી મારામારી સુધી પહોંચી જતાં કાંતિભાઈના પુત્ર દિપક ચૌહાણ એ પોતાની પાસે રહેલી છરી વડે હેમેન્દ્રસિંહ ઉપર હુમલો કર્યો હતો અને છાતીના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા હેમેન્દ્રસિંહને સારવાર માટે જી. જી. હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે દિપક કાંતિભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની તપાસ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હેકો કે.પી. સોઢા ચલાવી રહ્યા છે.
જામનગરના રામેશ્વરનગરમાં કપડા બદલવા બાબતે પડોશી પર છરી વડે હુમલો
જામનગરમાં રામેશ્વરનગરમાં ઘરના રૂમનો દરવાજો ખુલ્લો રાખી કપડા બદલવા અંગે બોલાચાલી થયા બાદ થયેલા ઝઘડામાં યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે.


