કાલાવડના મુળીલા ગેઈટ પાસે વાહન રાખવાના પ્રશ્ને બબાલ થતા ત્રણ શખસોએ યુવાનને ચાકુ વડે ઈજા પહોંચાડી ફડાકા મારી ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ, કાલાવડના વોરાવાડ પીંજારા શેરીમાં રહેતાં એઝાજ હબીબરાવ નામના યુવાન ગઈકાલે તેનું એકટીવા સાઈડમાં રાખી મુળિલા ગેઈટ પાસે આવેલ ચલતા ફીરતા પાનના ગુલ્લા પાસે ઉભો હતો. ત્યારે આરોપી રિઝવાન બારાડી તેની ફોરવ્હીલર ગાડી લઇને આવ્યો હતો અને ‘તારું એકટીવા કેમ રસ્તામાં પડેલ છે ? મારી ગાડીને નડે છે’ તેમ કહેતા ફરિયાદી એઝાજે ‘મારું એકટીવા સાઈડમાં જ છે’ તેમ કહેતા રીઝવાન ઉશ્કેરાયો હતો અને અપશબ્દો બોલી ગાડીમાંથી ચાકુ કાઢી એઝાજને માથાના ભાગે સાઈડમાં ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી અને અન્ય બે આરોપી ઈમરાન બારાડી તથા રફીક બારાડી એ ફરિયાદીને ઝાપટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે એઝાજ રાવ દ્વારા કાલાવડ પોલીસમાં રીઝવાન બારાડી, ઈમરાન બારાડી અને રફીક બારાડી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.