જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બે સગીરાઓને દાહોદના બે શખ્સો લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપરહણ કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાનું દાહોદ જિલ્લાનાં ધાનપુર તાલુકાના વાકોટા ગામમાં રહેતો સંજય મોહન ભુરિયા નામનો શખ્સ લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયો હતો. તેમજ અન્ય બનાવમાં 17 વર્ષની સગીરાને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાંદવા ગામમાં રહેતો અમીત બદીયા ભુરા નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયાના બનાવમાં સીપીઆઇ આર.બી.ગઢવી તથા તથા સ્ટાફે બંન્ને બનાવમાં દાહોદના બે શખ્સો વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.