ધ્રોલ ગામ નજીકના વાડી વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરૂણીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામ નજીકના વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરૂણીને અલીરાજપુર જિલ્લાનો વતની થાનસીંગ જુવાનસીંગ વસુનિયા નામના શખ્સે લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ગત તા.7 ના રોજ સાંજના સમયે અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગેની જાણ થતા સીપીઆઇ એમ. બી. ગજ્જર તથા સ્ટાફે તરૂણીના પરિવારજનોના નિવેદનના આધારે થાનસીંગ વિરૂધ્ધ ગુનો નોંધી તરૂણીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.