રાજકોટમાં ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડીયમને ‘નિરંજન શાહ સ્ટેડીયમ’નુ નામકરણ કરવામાં આવ્યુ હતું. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ આઈપીએલના ચેરમેન અરૂણ ધુમ્મલ ઉપરાંત સુનિલ ગાવસ્કર, અનિલ કુંબલે, ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ તથા કપ્તાન રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા વગેરેની હાજરીમાં જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો.
સૌરાષ્ટ્રના ક્રિકેટને સફળતાના શિખરે પહોંચાડવામાં નિરંજન શાહના નિર્ણાયક યોગદાનને બિરદાવવા સાથે તેઓના પ્રયાસોથી જ રાજકોટ તથા સૌરાષ્ટ્રના ક્રિકેટનુ નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતુ થયાનુ વકતાઓએ જાહેર કર્યુ હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટના ભીષ્મ પિતામહ તરીકે નિરંજનભાઈ શાહને નવાજવામાં આવ્યા હતા.