Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયાની હીર સોનૈયાનું પેઇન્ટિંગ "રાનીકી વાવ" પાટણ ખાતે એવોર્ડ દ્વારા સન્માનિત

ખંભાળિયાની હીર સોનૈયાનું પેઇન્ટિંગ “રાનીકી વાવ” પાટણ ખાતે એવોર્ડ દ્વારા સન્માનિત

- Advertisement -

ગુજરાતમાં પાટણ ખાતે આવેલા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયેલી રાણકી વાવ (રાણીની વાવ) ખાતે UNESCO અને કલા પ્રતિષ્ઠાનના સંયુકત ઉપક્રમે યોજાયેલી એક દિવસીય લાઈવ વોટર કલર કોન્ટેસ્ટમાં ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાંથી 100 જેટલા પ્રતિષ્ઠિત ચિત્રકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. UNESCO દ્વારા આ લાઈવ વોટર કલર પેઇન્ટિંગ કોન્ટેસ્ટમાં ખંભાળિયાની રહીશ અને ધોરણ 8માં અભ્યાસ કરતી હિર સુનિલભાઈ સોનૈયા દ્વારા આ સ્પર્ધામાં ભાગ લઈ, તેના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કૃતિ પસંદગી પામી હતી. આ સિદ્ધિ બદલ સૌથી નાની વયની હીર સોનૈયાની આ પેઇન્ટિંગની પસંદગી થવા બદલ તેને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર અને કોન્સોલેશન એવોર્ડ વડે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમનું સંચાલન કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડીયા એ કર્યું હતું. આમ, ઉત્તમ કલાકૃતિ બદલ સન્માનિત થયેલી હીર સોનૈયાએ ખંભાળિયા શહેર સાથે સમગ્ર રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular