ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતા સંજયભાઈ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અત્રે ગાયત્રીનગર, પોલીસ લાઈનની પાછળ રહેતા કાંતિભાઈ ડાયાભાઈ નકુમ સામે ચેક રિટર્ન સંદર્ભે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ અહીંની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ ચાલી જતા ફરિયાદી તરફે જાણીતા વકીલ જે.એમ. સાગઠીયા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીએ ફરિયાદીને રૂપિયા 7 લાખની રકમ ત્રણ માસમાં ચૂકવી દેવા તથા આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ અદાલતે કર્યો છે. જો આ રકમ ચૂકવવામાં કસૂર કરે તો આરોપીને વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વિદ્વાન વકીલ જગદીશભાઈ સાગઠીયા રોકાયા હતા.