દેવભૂમિ દ્વારકા જિલ્લાના મદદનીશ સરકારી વકીલે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ હરિયાણા ખાતે નેશનલ સ્પર્ધામાં જુદી જુદી ત્રણ હરીફાઈમાં દ્વિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી અને ખંભાળિયાનું ગૌરવ વધાર્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા મોનાબેન પંચોલી દ્વારા થોડા સમય પૂર્વે રોજ યોજાઇ ગયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ ગુજરાતનું પ્રતિનિધિત્વ મેળવી અને તાજેતરમાં હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે દ્રોણાચાર્ય એથલેન્ટીક સ્ટેડિયમ ખાતે યોજાઈ ગયેલી નેશનલ માસ્ટર્સ એથલેન્ટિકસ ચેમ્પિયનશિપમાં દસ કિલોમીટર દોડ, પાંચ કિલોમીટર દોડ તેમજ 1,500 મીટરની દોડમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે.
આમ ત્રણેય દોડ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી તેમણે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરની સૂચના અન્વયે નેશનલ કક્ષાએ પારિતોષિક પ્રાપ્ત કરનારા સરકારી વકીલ મોનાબેન પંચોલીએ સમગ્ર ખંભાળિયા પંથકનું ગૌરવ વધાર્યું છે.