Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઅમદાવાદમાં ‘બાપુ’ની બાપુગીરી, બેટ બાદ બોલથી મચાવી ધમાલ

અમદાવાદમાં ‘બાપુ’ની બાપુગીરી, બેટ બાદ બોલથી મચાવી ધમાલ

જાડેજાએ બેટીંગમાં સદી ફટકાર્યા બાદ બોલિંગમાં પણ 3 વિકેટ ઝડપી : બીજા દાવમાં પણ વેસ્ટ ઈન્ડિઝનો પણ ધબકડો : 66 રનમાં ગુમાવી પાંચ વિકેટ : પરાજય નિશ્ચિત

અમદાવાદ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝની હાલત ખૂબજ દયનિય બની ગઇ છે. 286 રનની ખાધ સાથે બીજો દાવ લેવા માટે ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ફરી એકવાર ધબકડો થયો છે અને લંચ સુધીમાં માત્ર 66 રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતાં ઇનિંગ્સ સાથેનો મોટો પરાજય છે. તોળાઇ રહયો છે. બીજી તરફ આ ટેસ્ટમાં જામનગરના રવીન્દ્ર જાડેજાની બાપુગીરી જોવા મળી છે. ગઇકાલે બેટ સાથે કમાલ દેખાડી શાનદાર સેન્ચુરી ફટકારનાર રવીન્દ્ર જાડેજાએ આજે વેસ્ટ ઇન્ડિઝની ઇંનિગ્સ દરમયાન બોલથી પણ કમાલ દેખાડી છે.

- Advertisement -

બીજા દાવમાં પડેલી વેસ્ટ ઈન્ડિઝની પાંચમાથી 3 વિકેટો બાપુએ ઝડપી ફરી એકવાર તે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર હોવાનું સાબિત કરી બતાવ્યું છે. બાપુના ઓલરાઉન્ડ પ્રદર્શનથી જામનગરીઓ પણ ગર્વ અનુભવી રહયા છે. અમદાવાદ ટેસ્ટમાં હવે વેસ્ટ ઇન્ડિઝનો પરાજય નિશ્ચિત બન્યો છે ત્યારે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારતનું પલડું ભારે બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular