Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સ્થાનકવાસીના 106 તપસ્વીઓનો વરઘોડો તથા પારણા યોજાયા - VIDEO

જામનગરમાં સ્થાનકવાસીના 106 તપસ્વીઓનો વરઘોડો તથા પારણા યોજાયા – VIDEO

શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના ઉપસ્થિત : જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા

જામનગરમાં જૈનોના પર્યુષણ મહાપર્વના સવંત્સરીના ગઇકાલે ઉજવણી કરી મિચ્છામી દુકકડમ કર્યા બાદ આજે તપસ્વીઓના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે જામનગરમાં સ્થાનકવાસીનો 106 તપસ્વીઓનો વરઘોડો યોજાયો હતો.

- Advertisement -

ગઇકાલે જૈન સમાજ દ્વારા સવંત્સરી નિમિતે દેરાસરોમાં પૂજા-અર્ચના અને ઉપાશ્રયોમાં સાધુ-સાધવીજીઓના વ્યાખ્યાન, પ્રતિકમણ સહિતના ધાર્મિક કાર્યમાં જોડાયા હતાં. ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન કરેલા દરેક પ્રકારના પાપોની માફી માંગી મિચ્છામી દુકકડમ કર્યા હતાં. ગઇકાલે સવંત્સરીની ઉજવણી થયા બાદ આજે તપસ્વીઓના પારણાં તેમજ વરઘોડો યોજાયો હતો. જામનગર શહેરમાં આજે સવારે સ્થાનકવાસીનો તપસ્વીઓનો વરઘોડો યોજાયો હતો.

- Advertisement -

જામનગરમાં પર્યુષણ દરમ્યાન શહેરમાં સ્થાનકવાસી અને દેરાવાસીમાં 6 ઉપવાસથી લઇને વરસી તપ સુધીની તપશ્ચર્યાઓ કરવામાં આવી છે. જેમાં સ્થાનિકવાસીમાં ચાંદીબજારમાં જૈન પ્રવાસી ગૃહ, કે. ડી. શેઠ ઉપાશ્રય, પટેલ કોલોની ઉપાશ્રય, રણજિતનગર ઉપાશ્રય, તેજપ્રકાશ ઉપાશ્રયોમાં એક માસખમણ, બે 30 ઉપવાસ, એક 21 ઉપવાસ, 6 સોળ ઉપવાસ, આઠ 11 ઉપવાસ, અગિયાર 9 ઉપવાસ, 67 આઠ ઉપવાસ, આઠ 6 ઉપવાસ આમ કુલ 106 તપસ્યા કરવામાં આવી છે. આ તપસ્વીઓનો આજે સવારે વરઘોડો યોજાયો હતો. જામનગર શહેરના ચાંદીબજાર નજીક દેરાસર ખાતેથી આ વરઘોડો પ્રારંભ થઇ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી ચાંદીબજાર ખાતે પુર્ણ થયો હતો. આ વરઘોડામાં જામનગર શહેર ભાજપ પ્રમુખ અને જૈન સમાજના અગ્રણી બીનાબેન કોઠારી ઉપરાંત અજયભાઇ શેઠ સહિતના અગ્રણીઓ તેમજ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. સ્થાનકવાસીમાં કુલ 106 તપસ્યાઓ કરવામાં આવી હોય આ 106 તપસ્વીઓનો વરઘોડો આજે સવારે શહેરના રાજમાર્ગો ઉપર નિકળતા ધર્મોત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

જામનગરમાં જૈનોના પર્યુષણ મહાપર્વના સવંત્સરીના ગઇકાલે ઉજવણી કરી મિચ્છામી દુકકડમ કર્યા બાદ આજે તપસ્વીઓના વરઘોડો યોજાયા બાદ જામનગરમાં સ્થાનકવાસીના 106 તપસ્વીઓના સામુહિક પારણાં યોજાયા હતાં.

- Advertisement -

જામનગરમાં પર્યુષણ દરમ્યાન શહેરમાં સ્થાનકવાસી અને દેરાવાસીમાં 6 ઉપવાસથી લઇને વરસી તપ સુધીની તપશ્ર્ચર્યાઓ કરવામાં આવી છે. જેમાં સ્થાનિકવાસીમાં ચાંદીબજારમાં જૈન પ્રવાસી ગૃહ, કે. ડી. શેઠ ઉપાશ્રય, પટેલ કોલોની ઉપાશ્રય, રણજિતનગર ઉપાશ્રય, તેજપ્રકાશ ઉપાશ્રયોમાં એક માસખમણ, બે 30 ઉપવાસ, એક 21 ઉપવાસ, 6 સોળ ઉપવાસ, આઠ 11 ઉપવાસ, અગિયાર 9 ઉપવાસ, 67 આઠ ઉપવાસ, આઠ 6 ઉપવાસ આમ કુલ 106 તપસ્યા કરવામાં આવી છે. આ તપસ્વીઓનો આજે સવારે વરઘોડો યોજાયો હતો. આ વરઘોડો પુર્ણ થયા બાદ તપસ્વીઓના સામુહિક પારણાં યોજાયા હતાં. જેમાં શહેર ભાજપ પ્રમુખ અને જૈન સમાજના અગ્રણી બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બીનાબેનએ તપસ્વીને પારખા કરાવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular