જામનગરની જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે દર્દીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જેને ધ્યાને લઇને ખબર ગુજરાત દ્વારા બે દિવસ પહેલા પીવાના પાણીની સમસ્યાને લઇને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં અનેક જગ્યાએ પાણીના સ્ટેન્ડ આવેલા છે. પરંતુ તેની ક્યારેય સફાઈ કરવામાં આવતી નથી. અને નળ પણ તૂટેલી હાલતમાં છે. અને પાણીનો વ્યય થઇ રહ્યો છે.
ખબરના અહેવાલ બાદ હોસ્પિટલ તંત્ર જાગતું થયું છે અને આજે રોજ પાણીની ટાંકીઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. જો હોસ્પિટલ તંત્ર દ્વારા સફાઈ અને પ્રાથમિક સુવિધાઓની બાબતમાં ધ્યાન આપવામાં આવે તો અનેક દર્દીઓની મુશ્કેલીઓનો અંત આવી શકે.