12 જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન જામનગર જિલ્લાના બેરાજા ગામમાં ચારબારા જિલ્લા પંચાયતના સીટના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ જનસભામાં જંગી જનમેદનીનો ઉત્સાહ અને સમર્થન જોતા પૂનમબેન વધુ એક વખત ભવ્ય વિજય તરફ પ્રયાણ કરી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
લોકસભા 2024 ની ચૂંટણીમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આગામી 7 મે ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સાંસદ એવા પૂનમબેન માડમને ત્રીજી વખત ટીકીટ ફાળવવામાં આવી છે. મતદાનના દિવસને ગણતરીના દિવસો બાકી હોય જેથી જામનગર અને દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પૂનમબેનને હાલારના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. જામનગર જિલ્લાના બેરાજા ગામ ખાતે 12 લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ તથા 12 લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ એ બેરાજા ગામ ખાતે ચાર બારા જિલ્લા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. આ તબ્બકે પૂનમબેન માડમએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અંતર્ગતની કેન્દ્ર સરકાર દ્વારા જીવનને સરળ બનાવવામાં સહાયરૂપ થનારી અનેકવિધ યોજનાઓની ચર્ચા કરી હતી તથા ફરી એકવાર જંગી બહુમતી થી ચૂંટવા હાકલ કરી હતી તેઓ એ ભારત દેશ ની તથા 12 લોકસભા સીટની હેટ્રિક વિજય માં જંગી મતદાન કરી સહભાગી બનવા હાકલ કરી હતી.
આ તબ્બકે 12 લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, દેવભૂમિ જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, વિસ્તારક નટવરભાઈ પટેલ સહીત ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લાના હોદેદારો, પદાધિકારીઓ, ગ્રામજનો, અગ્રણીઓ, સામાજિક સંસ્થાના પ્રમુખો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.