Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરનાઘેડી નજીક રસ્તો ઓળંગતા વૃધ્ધને કારે ઠોકરે ચડાવતા ઘટનાસ્થળે મોત

નાઘેડી નજીક રસ્તો ઓળંગતા વૃધ્ધને કારે ઠોકરે ચડાવતા ઘટનાસ્થળે મોત

- Advertisement -

જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટીયા પાસે રસ્તો ક્રોસ કરતા વૃધ્ધને પૂરઝડપે આવી રહેલી એકસયુવી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા ફંગોળાઈ ગયેલા વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વાલાસણ ગામના વતની અને હાલ જામનગર તાલુકાના નાઘેડીમાં આવેલા માધવ ગ્રીન-2 માં રહેતાં દિપસિંહ રેવતુભા વાળા (ઉ.વ.72) નામના વૃધ્ધ સોમવારે સવારના સમયે નાઘેડી ગામના પાટીયા નજીક રસ્તો ક્રોસ કરતા હતાં તે દરમિયાન પૂરપાટ આવી રહેલી એકસયુવી જીજે-10-સીએન-9787 નંબરની કારના ચાલકે રસ્તો ક્રોસ કરતા વૃધ્ધને ઠોકર મારી હડફેટે લેતા વૃધ્ધ ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં. રોડ પર પટકાવાથી શરીરે અને માથમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ વૃધ્ધનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ આર.એચ. બાર તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના પુત્ર અમિતસિંહના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular