એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ અનેકવિધ સેવાકીય પ્રકલ્પો જુદા-જુદા ગામો અને વિસ્તારોમાં અવિરત યોજાતા હોય છે ,ત્યારે વધુ એક વખત જનસેવાના ભાગરૂપે, જામનગરની સરકારી, જી.જી.હોસ્પિટલ કેમ્પસમાં, હાલની કાળઝાળ ગરમીમાં,દરદીઓ-તેમના સ્વજનો-મુલાકાતીઓ-સ્ટાફ માટે ઉપયોગી થવાના ઉમદા હેતુસભર ઠંડા પાણીના પરબ પ્રારંભ કરાયા છે.
જામનગરની જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોય,ખૂબ બહોળી સંખ્યામાં લોકો સારવાર માટે જામનગર અને આજુબાજુના જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા હોય છે,દરદી નારાયણ-મુલાકાતીઓને આ પરબ ઉપર ઠંડુ પાણી પી ને તૃપ્ત થતા જોઇ, આ પરબની વ્યવસ્થા ખુબજ સ્તુત્ય લાગે તે સ્વાભાવિક છે.