જામનગર શહેરના બેડી બંદર રોડ પર પાસેથી પસાર થતી કારને આંતરીને એલસીબીની ટીમે તલાસી લેતાં કારમાંથી 252 બોટલ ઇંગ્લીશ દારુ મળી આવતાં પોલીસે કાર અને દારુ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં મહિલા સહિત ચાર શખ્સોના નામ ખુલ્યા હતાં.
દારુ અંગેના દરોડાની વિગત મુજબ જામનગર શહેરના બેડી બંદર રોડ પર રાધેક્રિષ્ન સોસાયટીની છેલ્લી શેરીમાં દારુનો જથ્થો હોવાની એલસીબીના ક્રિપાલસિંહ જાડેજા, ધાના મોરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન ડ્રાઇવીંગ કરતાં પ્રવિણસિંહ બચુભા કેરની કારની તલાસી લેતાં કારમાંથી રૂા. 86400ની કિંમતની 252 બોટલ ઇંગ્લીશ દારુ મળી આવતાં એલસીબીએ 5000નો એક મોબાઇલ, 3 લાખની કાર મળી કુલ રૂા. 3,91,400ના મુદ્ામાલ સાથે પ્રવિણસિંહને દબોચી લીધો હતો.
એલસીબીની ટીમે દારુ સાથે ઝડપાયેલા પ્રવિણસિંહની પૂછપરછ હાથ ધરતાં આ દારુ સપ્લાય કરવા અને મગાવવામાં જામનગરના દિગુભા જીલુભા દલધુણીયા, વિશાલસિંહ જાડેજા, ભારતીબા હેમતસિંહ કેર (રે. બધા જામનગર) અને વિનોદ (રે. પુના-મહારાષ્ટ્ર) નામના ચાર શખ્સોની સંડોવણી ખુલી હતી. જેના આધારે એલસીબીની ટીમે પાંચ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.