રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગરમીની સિઝનમાં શાળાનો સમય સવારે 7થી 11 સુધીનો રાખવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
રાહત કમિશનર અને સચિવની કચેરી, મહેસુલ વિભાગ, ગાંધીનગરના પત્ર અન્વયે હિટવેવ-2024 અંગે પૂર્વ તૈયારી કરવા બાબતે જણાવેલ છે. જેથી ગુજરાત હિટવેવ એકશન પ્લાન-2024 મુજબ કાર્યવાહી હાથ ધરવા તથા ખાસ હિટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોય, ખાસ તકેદારીના પગલાં લેવા જણાવેલ છે.
આથી તમામ શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને હિટવેવ, તેનાથી અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવી, ઉનાળા દરમિયાન કોઇ ઓપન એર વર્ગો હાથ ધરવાના રહેશે નહીં. ગરમીની સિઝનમાં શાળાનો સમય સવારે 7થી 11 સુધી રાખવા પરિપત્ર જાહેર કરાયો છે.