Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાંથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી લેતી પોલીસ

જામનગર શહેર અને જિલ્લામાંથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી લેતી પોલીસ

- Advertisement -

જામનગર શહેરમાં સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ અને ધ્રોલમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ધ્રોલ પોલીસે તથા પંચ એ ડીવીઝનના ગુનામાં નાસતા ફરતા આરોપીએ પોલીસે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સિટી બી ડીવીઝનમાં વર્ષ 2022 માં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા વનરાજસિંહ અંગેની એલસીબીના અરજણ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મયુદીન સૈયદને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.એમ. લગારીયા તથા ટીમે પંચવટી સોસાયટીના છેડા પરથી નાસતા ફરતા વનરાજસિંહ ઉર્ફે વાગડ શિવુભા વાઢેર નામના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના પંચ એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ 2023 ના પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા સમિયાભા અંગે હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. ફિરોજ ખફીને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એ.કે. પટેલ, હેકો બી.એચ. લાબરીયા, પો.કો. ચેતન ઘાઘરેટીયા, ફિરોજ ખફી, હરદેવસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, કમલેશ ખીમાણીયા સહિતના સ્ટાફે હાપામાં ટાટા મોટર સર્વિસ સેન્ટર પાસેથી સમિયા વરજગભા નામના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા દેવીલાલ અંગે હેકો ધર્મેન્દ્ર વઘોરા અને પો.કો. રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ પી.જી.પનારા, હેકો કલ્પેશ દલસાણિયા, ધર્મેન્દ્ર વઘોરા, પો.કો. રવિરાજસિંહ જાડેજા, જગદીશ જોગરાણા, મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે દેવીલાલ સ્વરૂપરામ નાઈ નામના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular