Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી છેતરપિંડીના ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામનગર શહેરમાંથી છેતરપિંડીના ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

પાંચ માસથી નાસતા ફરતા આરોપીને મહાકાલી સર્કલ પાસેથી દબોચ્યો : ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

- Advertisement -

જામનગર શહેરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી છેતરપિંડીના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા શખ્સને બાતમીના આધારે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023માં નોંધાયેલા છેતરપિંડી-વિશ્વાસઘાતનાં નોંધાયેલા ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી અંગેની હેકો ખીમશી ડાંગર, પો.કો. હર્ષદ પરમાર, વનરાજ ખવડને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઈ વી. બી. બરસબીયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે મહાકાળી સર્કલ, માલધારી હોટલ પાસેથી કુલજીતસિંહ વિજયસિંહ ચુડાસમા નામના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular