Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરપરડવામાં ભૂલથી ઝેરી દવાવાળુ પાણી પી જતાં યુવાનનું મોત

પરડવામાં ભૂલથી ઝેરી દવાવાળુ પાણી પી જતાં યુવાનનું મોત

જામજોધપુરના પરડવા ગામના વાડી વિસ્તારમાં રહેતાં યુવાને ભૂલથી ઝેરી દવાવાળુ પાણી પી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

જામજોધપુર તાલુકાના પરડવા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતાં વજશીભાઇ બાબુભાઈ ગોઢાણિયા (ઉ.વ.35) નામના મેર યુવાનને સોમવારે રાત્રિના સમયે તેના ઘરે પાણીના ઢોરિયા પાસે મુકેલ ખડઘાસ બારવાની ઝેરી દવાવાળુ પાણી ભૂલથી પી જતાં દવાની વિપરીત અસર થઈ હતી. યુવાનની તબિયત લથડતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વાનાભાઇ બાબુભાઇ ગોઢાણિયા દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીેએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular