Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાંથી 6 ખાદ્યપદાર્થના નમૂના લેવાયા

જામ્યુકો ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાંથી 6 ખાદ્યપદાર્થના નમૂના લેવાયા

જયભોલે રેસ્ટોરન્ટ તથા રાજુભાઇ ઢોસાવાળામાંથી મન્ચુરિયન, નુડલ્સ, ડ્રેગન પોટેટો સહિતની ખાદ્ય સામગ્રી વાસી જણાતા નાશ કરાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી વિવિધ મસાલાના પેકેટોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને આણંદ લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં. તેમજ શહેરમાં રેસ્ટોરન્ટમાંથી મર્ન્યુરીયન, નુડલ્સ, ડ્રેગન પોટેટો, સોસ સહિતની અખાદ્ય ચિજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો તથા એક પેઢીને તેનો વેપાર રેસિડન્સ વિસ્તારમાંથી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લઇ જવા નોટીસ આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવાાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન લાખોટા તળાવ પાસે આવેલ કપિલ એજન્સીમાંથી કિચન કિંગ મસાલા (એવરેસ્ટ બ્રાન્ડ), કે.વી. રોડ પાસેથી વાસુદેવ સ્ટોરમાંથી ચણા મસાલા (એમડીએચ બ્રાન્ડ), સ્વામીનારાયણ નગરમાં બાલાજી માર્કેટીંગમાંથી પનિરટીકા મસાલા મિક્સ (સુહાના બ્રાન્ડ), ગ્રેઇન માર્કેટમાંથી ઠક્કર સેલ્સ એજન્સીમાંથી પાઉંભાજી મસાલા (બાદશાહ બ્રાન્ડ) તથા જેન્તીલાલ એન્ડ બ્રધર્સમાંથી ધાણાજીરુ પાવડર (હાથી બ્રાન્ડ) તથા હાપામાંથી મધુસુદન મસાલા લિ.માંથી મરચુ પાવડર (ડબલ હાથી બ્રાન્ડ)ના નમુના લઇ આણંદની લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત નાગનાથ ગેઇટ પાસે આવેલ જયભોલે રેસ્ટોરન્ટમાંથી 10 કિલો મન્ચર્યુન, બે કિલો આટા, એક કિલો બાફેલા શાકભાજી, ત્રણ કિલો નુડલ્સ તથા પાંચ કિલો સોસ વાસી જણાતાં તેનો સ્થળ પર નાશ કરાયો હતો. તેમજ મહાપ્રભુજીની બેઠક રોડ પર આવેલ રાજુભાઇ ઢોસાવાળામાંથી પાંચ કિલો મન્ચર્યુન, ત્રણ કિલો ભાત, 4 કિલો નુડલ્સ અને 1 કિલો ડ્રેગન પોટેટો વાસી જણાતાં તેનો નાશ કરાયો હતો. શહેરના લાલવાડી અટલ રેસિડન્સ આવાસમાં આવેલ મિથુનભાઇ તન્નાના ગૃહ ઉદ્યોગને ચાર દિવસમાં તેમનો વેપાર રેસિડેન્સી વિસ્તારમાંથી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં લઇ જવા નોટીસ આપી હતી. શહેરના હરિયા સ્કૂલ બાજુમાં આવેલ મહાવીર કુલ્ફી આઇસ્ક્રીમ તથા હરિયા કોલેજ રોડ પર આવેલ હિતુલાલ રજવાડીને સાફ-સફાઇ, સ્વચ્છતા સહિતના મુદે સૂચના અપાઇ હતી. તેમજ પંચેશ્વર ટાવર નજીક આવેલ કિશોર રગડાવાળા અને મહાલક્ષ્મીના ચોકમાં આવેલ દિનુ મારાજ ભેલવાળા નામની પેઢીને ફૂડ લાયસન્સ મેળવવા નોટીસ પાઠવવામાં આવી હતી.

- Advertisement -

આ ઉપરાંત ઉનાળાની સિઝનને અનુલક્ષીને કેરીનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં મોટીસારના ઢાળિયા પાસે યુસુફભાઇ નુરમામદ, અબ્દુલ રજાક મિર્ચી, યુસુફઘાણીવાલા સિદીક, યુસુફ હુશેન, યુનુસ ગની, સુભાષ માર્કેટ વિસ્તારમાં અખ્તર લાકડાવાળા, સાજીદ ટીટોડી, સાહીદ બાબુ, શબ્બીર ખંભાળિયા, સલીમ મિર્ચી, સલીમ કેળાવાળા, મહમદ ફારુખ, અયુબભાઇ, નદીપા રોડ પર ઇકબાલ હાજી ગફાર અને અફઝલ ટીડાના કેરીના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં એકપણ જગ્યાએ કાર્બાઇડ મળી આવ્યો ન હતો. તમામ ગોડાઉન માલિકોને પરમીટેડ ઇથીલીનના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular