તા.૨૦/૦૫/૨૪ના રોજ નર્મદાની પાઈપ લાઈન તથા વાલ્વ રીપેરીંગ અને પાઈપ લાઈનને લગત આનુસાંગીક કામગીરી કરવાની હોવાથી મંગળવાર તા.૨૧/૦૫/૨૪ના રોજ જામનગર શહેરમાં પાણી વિતરણ કરતા નવાગામ ઘેડ, બેડી, સોલેરીયમ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેવા પામશે .
નવાગામ ઘેડ ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો માટેલ ચોક, રાજ રાજેશ્વરી, ગાયત્રીનગર, જલારામ નગર, શિવમ એસ્ટેટ, ગાયત્રીનગર, વિનાયક પાર્ક, કિષ્ના પાર્ક, શકિત પાર્ક, નવજીવન, પટેલ વાડી, નિર્મણનગર, ભોળેશ્વર, રામેશ્વરનગર, સંસ્કાર દિપ,ગાયત્રી શેરી નં.૧,૨,૩, નંદન પાર્ક, બાપુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, ૮૦ કવાર્ટર મઘુરમ રેસીડેન્સી વિગેરે વિસ્તારો ,
બેડી ઝોન-બી હેઠળ આવતા જોડીયા ભુંગા, માઘા૫૨ ભુંગા, ગરીબનગર પાણાખાણ નવી લાઈન, દિવેલીયા ચાલી, જુનુ પાણાખાણ, નવુ પાણાખાણ, સલીમ બાપુના મદ્રેશા, વિગેરે વિસ્તાર ,
સોલેરિયમ ઝોન–બી હેઠળ આવતા ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-૧ થી ૫, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, શાંતીનગર, શાસ્ત્રીનગર, લાબહાદુર સોસા., પટેલ કોલોની ૧ થી ૧૨ મગલબાગ ૧ થી ૪, આહીર બોડીંગ પુનાતર હોસ્પીટલ વાળો વિસ્તાર વિગેર તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
ઉપરોકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે