Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરમહિલા સાથે છ લાખના પાંચ કરોડ કરી દેવાના નામે છેતરપિંડી

મહિલા સાથે છ લાખના પાંચ કરોડ કરી દેવાના નામે છેતરપિંડી

પ્રાઈવેટ બેંકમાં રોકાણ કરી છ લાખના પાંચ કરોડ મળશે : સુરતના ત્રણ શખ્સોએ મહિલાને મોટી લાલચ આપી ફસાવી : છ લાખ ટ્રાન્સફર કરાવી ઓળવી ગયા : પોલીસ દ્વારા સુરતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

ધ્રોલ ગામમાં વાણંદ શેરીમાં રહેતાં મહિલાને સુરતના ત્રણ શખ્સોએ પ્રાઈવેટ બેંકમાં રોકાણ કરવાની લાલચ આપી 6 લાખના 5 કરોડ બનાવી દેવાની લાલચ આપી 6 લાખની છેતરપિંડી આચરી હતી.

- Advertisement -

‘લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે’ તે કહેવત ભારત જેવા સૌથી વધુ વસ્તીવાળા દેશમાં અવાર-નવાર સાચી સાબિત થતી હોય છે. ઘણી વખત સમજદાર અને ભણેલા લોકોને ઠગ ટોળકી આરામથી પોતાની જાળમાં ફસાવી વિશ્વાસમાં લઇ લાખો અને કરોડોની છેતરપિંડી આચરતા હોય છે. આવી છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિ કાંઈ પણ વિચાર્યા વગર લાખોની રકમ આંધળુકીયા કરી રોકાણના નામે અથવા અન્ય કોઇ નામે ઠગભગતોને આપી દેતા હોય છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ આવો જ એક છેતરપિંડીનો કિસ્સો બન્યો છે. જેમાં ધ્રોલ ગામમાં આવેલી વાણંદ શેરીમાં રહેતા હેતલબેન લવકુમાર વૈષ્ણવ (ઉ.વ.40) નામના ઘરકામ કરતા મહિલાને ગત ડિસેમ્બર 2023 થી આજદિન સુધીના સમય દરમિયાન સુરતના ઉપેન્દ્ર ધિરેન નીરંજની મો.94268 32021, રાકેશકુમાર ચુનીલાલ પટેલ મો.93284 25456 અને નિશાંત પ્રજાપતિ મો.99098 98661 નંબરધારકોએ મહિલાને વાતચીત દરમિયાન વિશ્વાસમાં લીધા હતાં અને મહિલાને પ્રાઈવેટ બેંકમાં રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચ આપી હતી.

દરમિયાન ત્રણેય શખ્સોએ હેતલબેનને વિશ્વાસમાં લઇ પ્રાઈવેટ બેંકમાં 6 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો પાંચ વર્ષ પછી 5 કરોડ જેટલું માતબર રીર્ટન મળશે તેવી લાલચ આપી હતી અને ઠગ ટોળકીએ આપેલી લાલચમાં મહિલા ફસાઈ ગયા હતા અને સમયાંતરે આ ત્રણેય શખ્સોને રૂા.6 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતાં. ત્યારબાદ મહિલા દ્વારા રોકાણ કરાયેલા છ લાખનું વળતર ન મળતા મહિલાને શંકા જવાથી ત્રણેય શખ્સો પાસેથી અવાર-નવાર તેણે રોકેલા રૂા. 6 લાખની રોકડ પરત માંગી હતી પરંતુ ઠગ ટોળકીએ આ રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. અવાર-નવાર પૈસાની માંગણી કરવા છતાં રોકેલી રકમ કે વળતરની રકમ પરત નહીં મળતા કંટાળેલી મહિલાએ આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેકો આર.કે. મકવાણા તથા સ્ટાફે સુરતના ત્રણ શખ્સો વિરૂધ્ધ છ લાખની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular