Tuesday, September 17, 2024
Homeરાજ્યપોરબંદર-મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સમય અને ટર્મિનલમાં ફેરફાર

પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સમય અને ટર્મિનલમાં ફેરફાર

- Advertisement -

પોરબંદર યાર્ડ ખાતે પીટ લાઇન બ્લોકની પૂર્ણાહુતિને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નં. 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ અને ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ના ઉદભવતા/ટર્મિનેટિંગ સ્ટેશનને મુંબઈ સેન્ટ્રલ ની બદલે દાદર સ્ટેશન કરવામાં આવી રહયું છે. આગળની સૂચના ન મળે ત્યાં સુધી ટર્મિનલને અસ્થાયી રૂપે મુંબઈ સેન્ટ્રલથી દાદર ખસેડવામાં આવી રહ્યું છે. ટર્મિનલમાં ફેરફારને કારણે ટ્રેનના સમયમાં પણ પરીવર્તન કરવામાં આવ્યો છે.

- Advertisement -

ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દાદર ખાતે 19.20 કલાકે ટર્મિનેટ એટ્લે કે સમાપ્ત થશે. આ ફેરફાર 20 મે, 2024 થી લાગુ થશે. અન્ય સ્ટોપેજના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દાદર થી 09.30 કલાકે ઉપડશે. આ ફેરફાર 22 મે, 2024 થી લાગુ થશે. અન્ય સ્ટોપેજના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

- Advertisement -

ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનોના સ્ટોપેજ સમય સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular