જામનગર શહેરમાં કુકડા કેન્દ્ર પાસે રહેતી મહિલાને તેણીના પતિ, સાસુ અને નણંદ દ્વારા લગ્નજીવન દરમિયાન અપાતા ત્રાસથી કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલ કુકડા કેન્દ્ર પાસે રહેતી નઝમાબાનુ ફારુખ શેખ (ઉ.વ.34) નામની મહિલાને વર્ષ 2019 થી તેના લગ્નજીવન દરમિયાન ઉપલેટામાં પાંચહાટડી જીકરીયા ચોકમાં રહેતા તેણીના પતિ ફારુક મામદ શેખ, સાસુ યાસ્મીનબેન મામદ શેખ અને નણંદ સનાબેન મામદ શેખ સહિતના ત્રણેય સાસરીયાઓએ એકસંપ કરી શારીરિક-માાનસિક ત્રાસ આપી ગાળો બોલી મારકૂટ કરી હતી. મહિલાને સાસરિયાઓ દ્વાર અપાતા ત્રાસથી કંટાળીને માવતરે આવી ગઈ હતી અને આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.એન. ઝાલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.