Thursday, November 7, 2024
Homeરાજ્યજામનગરઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમ - ગોલાની મજા લેતા જામનગરવાસીઓ - VIDEO

ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમ – ગોલાની મજા લેતા જામનગરવાસીઓ – VIDEO

- Advertisement -

ઉનાળો શબ્દ બોલતા જ જાણે ફળફળતા બટેટામાંથી વરાળ નિકળતી હોય તેવું લાગે છે. ઉનાળામાં આકરા તાપમાં શાળામાં પણ સમર વેકેશન આપવામાં આવે છે. એટલે ઉનાળાની સીઝનમાં ‘મામા મહિનો’ પણ આવે છે. એટલે એકતો ગરમી અને તેમાં પણ ઘરે મહેમાનો અને બાળકો ત્યારે આવા સમયે સાંજ ઢળતા બાળકોને હવામાં ફરવા લઇ જવામાં આવે છે અને મહેમાનોને ડીનર બાદ કંઈક ઠંડુ ખવડાવા બહાર લઇ જવામાં આવે છે. ત્યારે જામનગરમાં તો જાણે લોકોને ફાવતું જળી ગયું છે. આઈસ્ક્રીમ અને ગોલા વાળાને ત્યાં લાંબી કતારો અને પરિવાર સાથે ગુ્રપમાં બેઠેલા લોકો જોવા મીળ રહ્યા છે.

- Advertisement -

આવી ગરમીમાં રાત્રે આઈસ્ક્રીમ અને ગોલા જેવા ઠંડા પદાર્થો ખાવાની ઈચ્છા થાય છે ત્યારે લોકો મિત્ર વર્તુ અને પરિવાર સાથે ગામમાં ચકકર મારીને આઈસ્ક્રીમ ગોલા ખાતા જોવા મળે છે. ત્યારે વાત કરીએ આઈસ્ક્રીમની વાત કરીએ તો શહેરની પ્રખ્યાન રામ ડેરીમાં ખૂબ જ ભીડ જોવા મળે છે. લોકો રામડેરીની માવામલાઇ કુલ્ફી, ડ્રાયફૂટ કીંગરોલ, મીકસ કોન, જાયફળ જેવી નવીન આઈસ્ક્રીમ ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જ્યારે ગોલાની વાત કરીએ તો ગોલો ખાવા માટે લોકો ભોલેનાથ ગોલા, મનમોજી ગોલા, રજવાડુ ગોલા જેવા સ્થળો પર ભેગા થાય ને ઠંડક મેળવે છે ગોલામાં હાલ માવા, મલાઇ, કેડબરી, ચોકલેટ, ડ્રાયફ્રુટ, આઈસ્ક્રીમ, ગોલા વગેરે જેવા ટેસ્ટી ગોલા મળે છે. ત્યારે દર વર્ષ કરતા આ વર્ષે થોડું નબળું છે તેમ વેપારીઓ કહી રહ્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular