Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારસલાયાના દુષ્કર્મ પ્રકરણના આરોપીને 10 વર્ષની સખ્ત કેદ

સલાયાના દુષ્કર્મ પ્રકરણના આરોપીને 10 વર્ષની સખ્ત કેદ

વર્ષ 2017માં યુવતીને જુદા જુદા શહેરોમાં ફેરવી દુષ્કર્મ : સરકારી વકીલની દલીલો માન્ય

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા શબીર હારૂન ભગાડ નામના શખ્સ દ્વારા આ જ વિસ્તારમાં રહેતી રહેતી એક યુવતીના ઘરે ગત તા. 6-10-2017 ના રોજ રાત્રિના બે વાગ્યાના સમયે જઈને દરવાજો ખટખટાવી તેણીને ઉઠાડતા આ યુવતી કંઈ બોલે તે પહેલા તેણીનું મોઢું દબાવી અને મૂંગો આપી, મોટરસાયકલ પર બેસાડીને જામનગર લઈ ગયા બાદ ત્યાંથી એસ.ટી.ની બસમાં રાજકોટ અને ત્યાંથી અમદાવાદ બાદ મહેસાણા અને મહેસાણાથી રાજસ્થાનના અજમેર ખાતે લઈ ગયો હતો. ત્યાં ઉપરોક્ત આરોપી દ્વારા ભોગ બનનારની મરજી વિરુદ્ધ સંભોગ કરી અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ અંગેની ફરિયાદ સલાયા મરીન પોલીસમાં નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે આઈ.પી.સી. કલમ 376, 365 તથા 452 મુજબ પોલીસે ગુનો નોંધી, આ પ્રકરણના તપાસનીસ અધિકારી પી.ડી. સોલંકી દ્વારા ભોગ બનનારની મેડિકલ તપાસણી તેમજ અન્ય આધાર પુરાવાઓ એકત્ર કરી અને ઉપરોક્ત શખ્સ સામે ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ સમગ્ર કેસ સંદર્ભે ભોગ બનનાર ફરિયાદી અને મેડિકલ ઓફિસરની જુબાની સાથે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, ખંભાળિયાના એડિશનલ સેશન્સ જજ વી.પી. અગ્રવાલ દ્વારા આરોપી શબ્બીર હારૂનભાઈ ભગાડને તકસીરવાન ઠેરવી, આ સમગ્ર પ્રકરણમાં આરોપીને દસ વર્ષની સખ્ત કેદ તથા રૂપિયા 20,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુષ્કર્મનો ભોગ બનનારના સામાજિક, આર્થિક તથા માનસિક પુનર્વસન માટે કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular