હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ દસ નું આજે પરિણામ આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાં ધોરણ 10 નું 82.31 ટકા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 નું 79.90 ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ 90.97 ટકા જયારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું 72 .88 ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં 640 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે” તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 137 વિદ્યાર્થી એ-1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.
જામનગર જિલ્લામાં 24 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. જયારે 4 શાળાઓનું પરિણામ 0 ટકા આવ્યું છે. દ્વારકા જિલ્લામાં 19 શાળાઓનું 100 ટકા પરિણામ તથા એક શાળાનું 0 ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં કેન્દ્રવાર પરિણામ જોઇએ તો ધ્રોલ કેન્દ્રનું 90.96 ટકા, જામજોધપુર કેન્દ્રનું 76.58 ટકા, જામનગર શહેરનું 80.50 ટકા, જામનગર (ડીઆઇજી)નું 85.04 ટકા, કાલાવડનું 78.16 ટકા, જોડિયાનું 85.31 ટકા, લાલપુરનું 75.99 ટકા, સિકકાનું 72.88 ટકા, જાબુંડાનું 79.50 ટકા પરિણામ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ધોરણ 10 માં 13437 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 13349 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને 64 વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી 640 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે 1998 વિદ્યાર્થી એ-2 ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-1 માં 2508 વિધાર્થી અને બી-2 માં 2636 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-1 માં 2220 વિદ્યાર્થી, સી-2 માં 938 વિદ્યાર્થી, ડી માં 48 અને ઇ-1 માં 1494 અને ઇ-2 માં 867 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા, અને 82.31 ટકા પરિણામ આવ્યું છે.
દેવભૂમી દ્વારકા જિલ્લામાં ધોરણ 10 માં 6707 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 6673 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને 34 વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી 137 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે 816 વિદ્યાર્થી એ-2 ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-1 માં 1237 વિધાર્થી અને બી-2 માં 1488 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-1 માં 1161 વિદ્યાર્થી, સી-2 માં 469 વિદ્યાર્થી, ડી માં 24 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ઉપરાંત ઇ-1માં 872 વિદ્યાર્થી અને ઈ-2 માં 469 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, અને 79.90 ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ટકાવારી પ્રમાણે વાત કરવામાં આવે તો ધ્રોળ કેન્દ્રનું સૌથી વધુ 90.97 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું 72.88 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર 6357 300 971 નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને તેમના પરિણામની વિગતો જાણી શકશે. ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું પરિણામ 82.56 ટકા જાહેર થયું છે.
ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56 ટકા જાહેર થયું છે. આ વખતે કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્ર દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100 ટકા, તલગાજરડા (જિલ્લો ભાવનગર) 100 ટકા રહ્યા છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલલો પોરબંદર જેનું 74.57 ટકા રહ્યું છે. આ વખતે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે જે 2023માં 272 જ હતી. 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે.
મોદી સ્કુલના પટેલ આસ્થાનો બોર્ડમાં 9મો નંબર
જામનગરની મોદી સ્કુલ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો. 10ના પરિણામમાં ઉચ્ચ સ્થાને રહીને અને શાળાના 68 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ સાથે ધો. 10ની પરિક્ષામાં સફળતા મેળવી છે. મોદી સ્કુલમાં અભ્યાસ કરતી પટેલ આસ્થાએ 99.91 પીઆર સાથે બોર્ડમાં 9મો નંબર મેળવ્યો છે. તેણે સ્ટાન્ડર્ડ ગણિતમાં 99 માર્ક, ઇંગ્લશીમાં 98, સંસ્કૃતમાં 98, સામાજિક વિજ્ઞાનમાં 97 તથા ગુજરાતીમાં 95 ગુણ મેળવ્યા છે.