જામનગર શહેરના મયુરનગર પ્રજાપતિની વાડી પાસેથી બાઈક પર જતા આધેડને અન્ય બાઈકે ઠોકર મારી અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર સરદાર નગર શેરી નંબર પ માં રહેતાં મનસુખભાઈ કણજારીયા નામના પ્રૌઢ શુક્રવારે સવારના સમયે તેના જીજે-10-ડીપી-6674 નંબરના બાઈક પર મયુરનગર પ્રજાપતિની વાડી પાસેના રોડ પરથી પસાર થતા હતાં તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા અજાણ્યા બાઈકચાલકે પ્રૌઢના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં મનસુખભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ બાઈકચાલક પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એચ.એ. પીપરીયા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત પ્રૌઢના પુત્ર કિશનના નિવેદનના આધારે અજાણ્યા બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.