જુનાગઢ જિલ્લાના મૂળ વતની અને હાલ મીઠાપુરની ટાટા ટાઉનશીપ ખાતે રહેતા ભવદીપભાઈ પ્રવીણભાઈ જોશી નામના 32 વર્ષના વિપ્ર યુવાન તા. 1 ના રોજ સુરજકરાડીની બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા, ત્યારે કોઈ ગઠિયાઓ તેમનો રૂપિયા 14,000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.