લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીને ઉત્સવ બનાવી સોશિયલ મીડિયાના થતા ગેરઉપયોગને નજર અંદાજ કરવા આજે રાજ્ય સભાના સાંસદ અને કોર્પોરેટ અફેર્સ રિલાયન્સના ડાયરેકટર પરિમલભાઈ નથવાણીએ યોજેલી પત્રકાર પરિષદમાં મીડિયાને સાવચેત રહેવા અપીલ કરી હતી તેમજ સાથે-સાથે જામનગર અને દેવભુમિ દ્વારકામાં રિલાયન્સ દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
છેલ્લાં થોડાં સમયથી સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસને દિવસે વધતો જાય છે અને આ સોશિયલ મીડિયાના સદ્ઉપયોગની સાથે ગેરઉપયોગ પણ વધી રહ્યા છે. કેમ કે, સોશિયલ મીડિયામાં ફેક વાયરલ વીડિયો પ્રજામાં ગેરસમજ અને અવિશ્વાસ ફેલાવે છે. ત્યારે હાલ જામનગર શહેર સહિત સમગ્ર દેશમાં લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્ય સભાના સાંસદ અને કોર્પોરેટ અફેર્સ રિલાયન્સના ડાયરેકટર પરિમલભાઈ નથવાણી દ્વારા આરામ હોટલમાં જામનગરના પત્રકારો સાથે પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પરિમલભાઈ દ્વારા પત્રકારોના મંતવ્ય જાણ્યા હતાં અને પરિમલભાઇએ અગાઉ કયારેય પણ સોશિયલ મીડિયાના કારણે વાયરલ થતા વીડિયો હાલના સમયમાં અનેકગણા વધી ગયા છે. જ્યારે અગાઉની ચૂંટણીઓમાં આવું કંઈ જોવા મળતું ન હતું.
ઉપરાંત સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગમાં વાયરલ થતા વીડિયોને કારણે પ્રજાને ગેરમાર્ગે દોરવામાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે તો આ માધ્યમ દ્વારા અનેક તત્વો સિનસપાટા નાખવાના વીડિયો પણ વાયરલ કરી સસ્તી પબ્લિસિટી મેળવતા હોય છે. પરિમલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી તો આવે ને જાય પરંતુ, ચૂંટણીમાં હંમેશા તંદુરસ્ત રાજકીય હરિફાઈ થવી જોઇએ. અગાઉના સમયમાં ચંદ્રેશ પટેલ હતાં ત્યાર પછી પૂનમબેનને ભાજપા તરફથી ટિકિટ આપવામાં આવી હતી અને ભાજપ હોય કે કોંગ્રેસ અથવા અન્ય પક્ષ હોય. તેમના દ્વારા અપાતા ઓથેન્ટીક વીડિયો અને મુદ્દાઓ જરૂર હાઈલાઈટ કરવા જોઇએ. પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક તત્વો વાતાવરણ ડહોળવા માટે વીડિયો વાયરલ કરતા હોય છે. જે ચિંતાજનક અને દુ:ખનીય બાબત છે. આવા લોકોને જામનગરનું નામ ખરાબ થઈ રહ્યું છે તથા લોકસભાની વર્તમાન ચૂંટણીમાં ઉમેદવારને ધ્યાનમાં રાખીને તમારે મતાધિકારનો ચોકકસપણે ઉપયોગ કરવો જોઇએ અને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી. આગામી 7મી તારીખના રોજ શાંતિપૂર્ણ અને વધુમાં વધુ મતદાન થાય તે માટે સરકાર અને તંત્ર પણ પ્રયત્ન કરી રહ્યા છે. તો આ પ્રયત્નમાં પ્રજાએ સહભાગી બની વધુ મતદાન કરવું જોઇએ તેવી અપીલ કરી હતી.
પરિમલભાઈ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી સમયમાં સોલાર પ્રોજેકટ અને સાથે સાથે બેટરીનો મોટો પ્રોજેકટ અને કાર્યરત થવા જઈ રહ્યો છે. જેમાં બેરોજગારોને રોજગારીની ઉજ્જવળ તકો મળશે તેની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી આગામી સમયમાં હાલારના વિકાસ કાર્યોમાં રિલાયન્સ પણ પૂરતો સહયોગ આપશે. પત્રકારો પરિષદમાં જામનગર અને દ્વારકાના હેરીટેજ મંદિરો અને જર્જરીત વિરાસતોને રિસ્ટોરેશન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને હાલારને વધુ વિકાસના પંથે લઇ જવામાં પ્રજાની સાથે રહેશે. પત્રકારો પાસેથી જામનગર અને દ્વારકામાં કરવા જેવા વિકાસ કાર્યોની સૂચી પણ લેવામાં આવી હતી અને પત્રકારોને આ વિકાસ કાર્યો આગામી સમયમાં કરવા માટે ખાત્રી આપી હતી. ઉપરાંત દ્વારકામાં પંચકુઇનો વિકાસ કરવાની તેમની મહત્વની ઈચ્છા પણ પત્રકારો સમક્ષ રજૂ કરી અને સાથે સાથે ગીરના સિંહોના રક્ષણ માટે પણ હંમેશા સક્રિય રહીશ તેમ પણ જણાવ્યું હતું.
પત્રકાર પરિષદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોથી ડહોળાતા વાતાવરણમાં પ્રજા અને મીડિયાને જાગૃત્ત રહેવા અપીલ કરી હતી અને સાથે સાથે વાયરલ થતા વીડિયોથી ગેરમાર્ગે ન દોરાવવા તેવી તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમજ છેલ્લાં ચાર પાંચ વર્ષોથી વધી રહેલા સોશિયલ મીડિયાના બેફામ દૂરૂપયોગને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આ દિશામાં ચિંતા અને કાર્યવાહી કરી રહી છે.